Wednesday, December 18, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છઆજે રાજકોટમાં થશે T-20 શ્રેણીનો ફેંસલો

આજે રાજકોટમાં થશે T-20 શ્રેણીનો ફેંસલો

ભારત-શ્રીલંકાની ટીમો શ્રેણી જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે : ખેલાડીઓનું રાજકોટમાં ભવ્ય સ્વાગત

- Advertisement -

રાજકોટના સોરાષ્ટ્ર ક્રિકેટ એસોસીયેશનના ખંઢેરી ગ્રાઉન્ડમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 શ્રેણીનો ત્રીજો અને ફાઈનલ મેચ રમાનાર છે. મેચને લઈને ગ્રાઉન્ડમાં તૈયારી પુર્ણ થઈ ગઈ છે. આ મેચ નિર્ણાચક હોવાથી ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ મેચમાં ટિકિટોનું સંપુર્ણ વેચાણ થઈ ગયું છે. આ મેચને લઈને રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા રાજકોટ જામનગર હાઈવે પર ટ્રાફિકને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. આજે સાંજે 7 વાગ્યે મેચની શરૂઆત થશે. રાજકોટમાં પ્રથમ વખત સિરીઝની ફાઈનલ મેચ રમાનાર છે. રાજકોટમાં ટી-20 મેચ રમાનાર હોય સમગ્ર શહેર જાણે ક્રિકેટ ફિવરના રંગે રંગાઈ રંગાઈ ગયું છે. સમગ્ર શહેર ક્રિકેટમય બની ગયું છે. રાજકોટમાં પ્રથમ વખત જ સ્પાઈડર કેમેરાનો ઉપયોગ થશે તેમજ મેચના પરિણામ બાદ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવશે.
રાજકોટમાં ક્રિકેટર રોકાયા છે ત્યા ભીડ બેકાબું ન બને તે માટે અને સલામતી માટે પણ પોલીસ નજર રાખશે.

- Advertisement -

રાજકોટમાં આગામી ભારત શ્રીલંકા મેચ હોય તે માટે રાજકોટ પોલીસે ટ્રાફિક અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ હતું. રાજકોટનું ખંઢેરીનું સ્ટેડિયમ રાજકોટ-જામનગર હાઇવે પર આવ્યુ હોવાથી હાઈવે પર વાહનોનો ટ્રાફિક રહેતો હોય છે. આગામી ક્રિકેટ મેચના દિવસ દરમિયાન ટ્રાફિકજામ નિવારવા માટે તા.7 જાન્યુ.ના 5 કલાકથી8 જાન્યુ.ના 01 વાગ્યા સુધી જામનગરથી રાજકોટ તરફ આવતા વાહનોને પડધરીના મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી, ટંકારા થઈ રાજકોટ તરફ આવશે તથા પડધરી-નેકનામ- મિતાણા થઈ રાજકોટ તરફ ડાયવર્ઝન કરવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ મેચના માટે ફરજ પર રોકેયેલા વાહનો, ગુજરાત એસ.ટી બસ, સરકારી વાહનો, શબવાહિની, ઈમરજન્સી એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટર જેવા વાહનો તેમજ મેચ જોવા જતા લોકો ક્રિકેટ બોર્ડની ટિકિટ ખરીદીને કે પાસના આધારે ખંઢેરી સ્ટેડિયમ જતા હોય તેવા વાહન ચાલકોને તેમજ ખંઢેરી સ્ટેડિયમની આસપાસના ગામોમાં રહેતા હોય જેનો આધારભૂત પુરાવો રજૂ કરે તેવા વાહનોને લાગુ પડશે નહીં. જો કે ટ્રાફિક ભંગ માટે જો કોઈ આદેશનો ભંગ કે ઉલ્લંઘન કરશે તો તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular