Saturday, July 27, 2024
Homeબિઝનેસ900 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર

900 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર

- Advertisement -

ભારતીય શેર માર્કેટ આજે ભારે ઘટાડા સાથે ખુલ્યું છે. અમેરિકાએ સીરિયા પર જે હુમલો કર્યો તેના કારણે સમગ્ર વિશ્વના માર્કેટને અસર થઈ છે અને તેની અસર ભારતીય શેર માર્કેટ પર પણ દેખાઈ રહી છે. સેન્સેક્સ આશરે 900 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો જ્યારે નિફ્ટીમાં પણ 200થી વધારે પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો હતો.

- Advertisement -

માર્કેટ ખુલ્યાના થોડા સમય બાદ સેન્સેક્સ 800 પોઈન્ટ્સના ઘટાડા સાથે 50,200ની ઉપર જોવા મળ્યો હતો પરંતુ બજાર ખુલતા સમયે તે 50,000ની નીચે રહ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર શેર માર્કેટ પર અમેરિકાએ સીરિયા પર એરસ્ટ્રાઈક કરી તેની અસર વર્તાઈ છે. અમેરિકાએ સીરિયા-ઈરાક સરહદ પર ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન પર હુમલો કર્યો છે.

આ કારણે બેન્કિંગ, ઓટો, IT અને રિયલ એસ્ટેટના શેરોમાં પ્રેશર દેખાઈ રહ્યું છે. મેટલ ઈન્ડેક્સ શરૂમાં લાલ નિશાન સાથે ખુલ્યું હતું પરંતુ બાદમાં રિકવરી જોવા મળી હતી. આ ઘટાડામાં સૌથી મોટો હાથ HDFC બેંક, HDFC, ICICI બેંક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરનો છે. સેન્સેક્સના 30 શેરમાંથી 8 શેર જ ગ્રીન સિગ્નલમાં વેપાર જોવા મળ્યો જ્યારે બાકીના 22 શેરમાં ઘટાડા સાથે વેપાર ચાલુ થયો હતો.

- Advertisement -

નિફ્ટીમાં ઘટનારા શેર: ઈન્ડસન્ડ બેંક, ICICI બેંક, HDFC, એક્સિસ બેંક, HDFC બેંક, બજાજ ફિનસર્વ, GAIL, કોટક મહિન્દ્રા બેંક, SBI, બજાજ ફાઈનાન્સ

નિફ્ટીમાં વધનારા શેર: મારૂતિ, ડો. રેડ્ડી, સનફાર્મા, ભારતીય એરટેલ, ડિવીજ લેબ, NTPC, સિપ્લા, HUL, કોલ ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, SBI લાઈફ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular