ધી સીડ્સ એન્ડ ગ્રેન મર્ચન્ટ્સ એસો.ના પ્રમુખ જીતુભાઈ લાલ અને માનદ મંત્રી લહેરીભાઇની એક યાદી જણાવે છે કે હાલ કોરોનાની વધુ વણસેલ પરિસ્થિતિને કારણે સંસ્થા દ્વારા બહુમતી સભ્યોના મંતવ્ય મુજબ વધુ એક અઠવાડીયા માટે તા. 10 મે થી 14 મે સુધી પોતાના ધંધા રોજગાર સોમવારથી શુક્રવાર સુધી સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી જ ચાલુ અને તા. 15 અને 16 મે ના સંપૂર્ણ બંધ રાખવાનો વધુ એક અઠવાડીયા માટે નિર્ણય લેવામાં આવેલ છે. વેપારી મિત્રોએ કોરોનની આ ચેન તોડવા માટે પોતાની કટિબધ્ધતા દર્શાવી આ નિર્ણય લીધેલ છે. સાથે સાથે સોમ થી શુક્રવાર સુધી જે સમય દરમ્યાન ગ્રેઇન માર્કેટ ચાલુ છે તે સમયગાળામાં લોકો સ્વૈચ્છિક રીતે સરકારની ગાઈડલાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને માસ્ક અચૂક પહેરી સહકાર આપે તેવી વિનંતી કરવામાં આવી છે.