Wednesday, December 25, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાશે...!!!

ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાશે…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

ગત સપ્તાહે વૈશ્વિક મોરચે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા બે દિવસીય મીટિંગના અંતે સ્ટીમ્યુલસ ટેપરીંગ હાલ તુરત નહીં કરવાના અને મોનીટરી સ્ટીમ્યુલસ ચાલુ રાખવાનો સ્પષ્ટ સંકેત આપવામાં આવતાં અમેરિકી શેરબજારો પાછળ વૈશ્વિક બજારોમાં એશીયા, યુરોપના બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક તેજી જોવાઈ હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા શેરોમાં ઓલ રાઉન્ડ તોફાની તેજી કર્યા સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા પણ મોટાપાયે શેરોમાં ખરીદી કરતાં બીએસઇ સેન્સેક્સે ૬૦૦૦૦ પોઈન્ટની મનોવૈજ્ઞાનિક સપાટી કુદવીને ૬૦૩૩૩ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૭૯૩૫ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.

યુ.એસ. ફેડરલ રિઝર્વના પોઝિટીવ સંકેત સાથે ચાઈનાની મેગા રિયલ એસ્ટેટ જાયન્ટ એવરગ્રાન્ડેના સંકટમાંથી ઊગરવાના અને ચાઈનીઝ સેન્ટ્રલ બેંક દ્વારા સિસ્ટમમાં જંગી લિક્વિડિટી લાવવામાં આવતાં રિકવરીની અપેક્ષા-આશ્વાસને વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં પણ પોઝિટીવ અસર જોવાઈ હતી. આ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતમાં મહત્વના કરાર-ડિલ્સ થવાની અપેક્ષા અને અમેરિકા સહિતના દેશોમાંથી ભારતમાં મોટાપાયે વિદેશી રોકાણ આકર્ષવામાં સફળતા મળવાની અપેક્ષાએ પણ ફંડોએ ભારતીય કંપનીઓમાં બિઝનેસ ગ્રોથ આગામી દિવસોમાં વધવાના અને શેરોનું રી-રેટીંગ થવાની અપેક્ષાએ ફંડોએ શેરોમાં આક્રમક તેજી કરી હતી.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

એશિયન ડેવલપમેન્ટ બેંકે વર્તમાન નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ભારતના આર્થિક વૃદ્ધિદરના લક્ષ્યાંકમાં ઘટાડો કર્યો છે. એડીબીના મતે ભારતનો જીડીપી વિકાસદર ૧૦% રહેવાનું અનુમાન છે. આ અગાઉ ભારતનો જીડીપી ગ્રોથ ૧૧% રહેવાનો અનુમાન મુક્યો હતો. ભારતમાં કોરોના મહામારી બાદ અર્થવ્યવસ્થા પાટે ચઢી રહી છે. જોકે વિશ્વના અનેક દેશો ફરી કોરોનાના ભરડામાં ધકેલાતા ફરી ભારતના અર્થતંત્રના વૃદ્ધિ અંગે એજન્સીઓ અને સંસ્થાઓમાં ચિંતા જોવા મળી રહી છે.

- Advertisement -

વૈશ્વિક સ્તરે અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે સ્ટીમ્યુલ્સ પાછા ખેંચાવાના વારંવાર સંકેત આપ્યા છે જ્યારે ભારતીય બજારોમાં આ વખતે અસરને ખાળવા માટેના પગલાં લાગુ કરાયા છે. રિઝર્વ બેન્ક પાસે અંદાજીત ૬૫૦ અબજ ડોલર જેટલું ફોરેકસ રિઝર્વ છે. ફેડરલ રિઝર્વ જ્યારે પણ બોન્ડ બાઈંગ કાર્યક્રમ પાછો ખેંચવાનું શરૂ કરશે ત્યારે વૈશ્વિક બજારોમાં ઘટાડો થશે તેમાં કોઈ શંકા નથી. ફેડરલ રિઝર્વ જ્યારે પણ ટેપરિંગ શરૂ કરશે ત્યારે કેપિટલ આઉટફલોઝને શકયતા રહેલી છે સાથોસાથ એકસચેન્જ રેટમાં વોલેટિલિટી પણ આવી શકે છે.

અમેરિકન ફેડરલ રિઝર્વેની બેઠકના અંતે શૂન્ય નજીક વ્યાજ દર જાળવી રાખ્યા છે, પરંતુ સાથોસાથ વ્યાજ દરમાં વધારો અપેક્ષા કરતા વહેલો કરાશે તેવા સંકેત પણ આપ્યા હતા. આ ઉપરાંત કોરોના વાઈરસને કારણે પૂરા પડાઈ રહેલા સ્ટીમ્યુલ્સમાંથી કેટલાક સ્ટીમ્યુલ્સ ટૂંક સમયમાં જ પાછા ખેંચાવાનું શરૂ કરાશે. ફેડરલ ઓપન માર્કેટ કમિટિએ બોન્ડ બાઈંગ કાર્યક્રમમાં નજીકના ભવિષ્યમાં જ કાપ મૂકવાનું શરૂ કરાશે તેવો ઈશારો કરી દીધો હતો.

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૧ ૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં ઓગસ્ટ ૨૦૨૧માં અંદાજીત રૂ.૬૨૯૪.૬૯ કરોડની ખરીદી તેમજ ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં અંદાજીત રૂ.૧૫૪૬.૨૨ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટ ઓગસ્ટ ૨૦૨૧માં અંદાજીત રૂ.૨૫૬૮.૫૨ કરોડની વેચવાલી તેમજ ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં અંદાજીત રૂ.૬૬૯૫.૨૩ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા…. મિત્રો,ભારતમાં કોરોનાના આગમન અને દેશવ્યાપી લોકડાઉનના અમલના પગલે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ગત વર્ષે ૨૪ માર્ચે ૭૫૧૧ના તળિયે સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરના સાનુકુળ અહેવાલો પાછળ આજે નિફ્ટી ફ્યુચર ૧૭૯૩૫ની ઓલટાઈમ વિક્રમી સપાટીને સ્પર્શી ગયો હતો. આમ, વિવિધ સ્થાનિક અને વૈશ્વિક સાનુકુળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારો અને ફંડોની આગેવાની હેઠળ નીકળેલ નવી લેવાલીએ માત્ર દોઢ વર્ષમાં નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત ૧૪૦%નો ઉછાળો નોંધાયો હતો.

ગત માર્ચ માસમાં અમલી બનેલ વિશ્વના સૌથી લાંબા લોકડાઉનના કારણે ભારતમાં મહામારી પર અંકુશ મુકાવાની સાથોસાથ સરકાર દ્વારા અર્થતંત્રની વૃધ્ધિ માટે ભરાયેલ પગલાંની બજાર પર સાનુકુળ અસર થવા પામી હતી. તો બીજી તરફ રિઝર્વ બેંક દ્વારા પણ લોન મોરેટોરીયમ તેમજ નીચા વ્યાજ દર અમલી બનાવાતા વિવિધ ધંધા-રોજગાર તેમજ ઉદ્યોગોને મોટી રાહત થઇ હતી. ઉપરાંત વિશ્વના મોટા ભાગના દેશોની મધ્યસ્થબેંક દ્વારા પણ રાહતના પગલા ભરાયા સહિતના અન્ય સાનુકુળ અહેવાલોની ભારતીય શેરબજાર પર સાનુકુળ અસર જોવા મળી હતી.

વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ ભારતીય શેરબજારે આગેકૂચ જારી રાખી છે. કોરોના મહામારીની પ્રતિકૂળતા વચ્ચે પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું પણ દેશની ઈક્વિટીઝ માર્કેટમાં જંગી રોકાણ આવી રહ્યું છે. નવી લેવાલી પાછળ બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં નવા ઊંચા મથાળાના વિક્રમ રચાયાની સાથે બીએસઈ માર્કેટ કેપે પણ નવો ઈતિહાસ રચ્યો હતો. જોકે કોરોના સંક્રમણમાં ઘટાડા સામે પેટ્રોલ, ડિઝલના વિક્રમી ઊંચી સપાટીએ પ્રવર્તિ રહેલા ભાવોના કારણે  મોંઘવારી અસહ્ય બનવા લાગી હોઈ આ નેગેટીવ પરિબળ અને આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં રાજયોની ચૂંટણીઓની તૈયારી વચ્ચે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. ઉપરાંત બીજા ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામોની સાથે ક્રુડ ઓઈલના ભાવ તેમજ રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૮૪૮ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૮૦૦૮ પોઇન્ટના પ્રથમ અને ૧૮૨૦૨ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૭૮૦૮ પોઇન્ટથી ૧૭૭૩૭ પોઇન્ટ, ૧૭૬૭૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૮૨૦૨ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૭૮૧૫ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૮૪૭૪ પોઇન્ટના પ્રથમ અને ૩૮૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૭૬૦૬ પોઇન્ટથી ૩૭૩૭૩ પોઇન્ટ, ૩૭૦૦૭ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૮૦૮  પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) વીઆરએલ લોજિસ્ટિક ( ૩૮૧ ) :- ટ્રાન્સપોરેશન લોજિસ્ટિક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૬૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૯૩ થી રૂ.૪૦૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૪૧૪ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) બલરામપુર ચીની મિલ્સ ( ૩૬૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૩૨ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૮૩ થી રૂ.૩૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) થિરુમલાઈ કેમિકલ ( ૨૮૨ ) :- રૂ.૨૬૬ નો પ્રથમ તેમજ રૂ.૨૪૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૯૭ થી રૂ.૩૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) અપોલો ટાયર્સ ( ૨૩૦ ) :- ઓટો ટાયર અને રબર પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૪૪ થી રૂ.૨૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) જેકે પેપર ( ૨૩૯ ) :- રૂ.૨૨૬ નો પ્રથમ તેમજ રૂ.૨૧૭ ના સ્ટોગ સપોર્ટથી પેપર & પેપર પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૫૩ થી રૂ.૨૭૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) ડેલ્ટા કોર્પ ( ૨૩૪ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૧૭ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૫૭ થી રૂ.૨૭૨ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) કિર્લોસ્કર ઓઈલ એન્જીન્સ ( ૨૧૨ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૮૮ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૨૩૩ થી રૂ.૨૪૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) ઇન્ડિયા સિમેન્ટ ( ૧૮૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૨ આસપાસ રોકાણકારે રૂ.૧૯૭ થી રૂ.૨૦૨ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૬૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) એચડીએફસી લિમિટેડ ( ૨૮૨૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૨૭૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! હાઉસિંગ ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૮૪૮ થી રૂ.૨૮૭૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) લાર્સન એન્ડ ટૂબ્રો ( ૧૭૬૫ ) :- આ સ્ટોક રૂ.૧૭૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૭૧૭ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૭૮૭ થી રૂ.૧૮૦૮ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) મહિન્દ્રા & મહિન્દ્રા ( ૭૮૩ ) :- ૭૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૭૭૦ નો પ્રથમ તેમજ રૂ.૭૫૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૭ થી રૂ.૮૦૮ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૪૮૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૫૩૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૫૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૨૪૪૦ થી રૂ.૨૪૦૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૫૭૫ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ટાટા સ્ટીલ ( ૧૨૬૭ ) :- રૂ.૧૨૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૦૩ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૨૩૭ થી રૂ.૧૨૨૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૩૧૩ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) અદાણી પોર્ટ ( ૭૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૬૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૭૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૭૨૭ થી રૂ.૭૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૮૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) એલટી ફૂડ્સ ( ૭૨ ) :- પેકેજ ફૂડ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૭૮ થી રૂ.૮૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૬૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) આદિત્ય બિરલા મની ( ૬૪ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ફાઈનાન્સિયલ સર્વિસ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૫૬ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૭૨ થી રૂ.૭૭ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) ટેક સોલ્યુશન્સ ( ૫૧ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૪ નો પ્રથમ તેમજ રૂ.૩૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાર્મા સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૫૭ થી રૂ.૬૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) વક્રાંગી લિમિટેડ ( ૪૦ ) :- રૂ.૩૩ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૪૭ થી રૂ.૫૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૫૫ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૭૬૭૬ થી ૧૮૦૦૮ પોઈન્ટ ધ્યાને લેશો

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular