Friday, October 25, 2024
Homeરાજ્યજામનગરપાવાગઢમાં જૈનોના તિર્થંકર નેમિનાથદાદાની પ્રતિમાને હટાવતા જૈન સમાજમાં રોષ - VIDEO

પાવાગઢમાં જૈનોના તિર્થંકર નેમિનાથદાદાની પ્રતિમાને હટાવતા જૈન સમાજમાં રોષ – VIDEO

જૈન એકટીવ ગુ્રપ ઓનલી દ્વારા જામનગરમાં આવેદનપત્ર પાઠવાયુ

- Advertisement -

પાવાગઢમાં જૈનોના 22મા તિર્થંકર નેમિનાથદાદા તથા અન્ય મૂર્તિઓને ખંડિત કરવાની ઘટનાને લઇ જૈન એકટીવ ગ્રુપ ઓનલી જામનગર દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી આ અંગે કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -

કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, પાવાગઢમાં જૈનોના 22મા તિર્થંકર શ્રી નેમિનાથદાદા તથા અન્ય મૂર્તિઓને ખંડિત કરી તેને હટાવી દેવાની જે ઘટના બની છે જેને લઇ જૈન સમાજ દુ:ખ અને આઘાતની લાગણી અનુભવી રહ્યો છે. જૈનોની શ્રધ્ધા અને આસ્થા સમાન તિર્થંકર ભગવાનની મૂર્તિઓને તોડવાની ઘટનાને લઇ ભારતભરમાંથી વિરોધનો વંટોળ શરૂ થયો છે. આથી આ અંગે કડક કાર્યવાહી કરી આ બનાવમાં સંકળાયેલા તમામ સામે કડક કાર્યવાહીની માંગણી ઉઠી છે. આ ઉપરાંત તાજેતરમાં ભરૂચ પાસે જૈન સાધ્વીજી ઉપર હુમલાનો બનાવ બન્યો છે તેમજ 15 દિવસ પહેલાં હૈદરાબાદ પાસે કહેવાતા અકસ્માતના બનાવમાં પણ જૈન સાધુ-ભગવંતો તથા અન્ય વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે આ બાબતની પણ તપાસ કરવા માંગણી કરવામાં આવી છે. જૈન એકટીવ ગ્રુપ ઓનલીના કન્વીનર નીતિન સોલાણી સહિતના દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular