Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયદવા કંપનીઓની બેફામ નફાખોરી

દવા કંપનીઓની બેફામ નફાખોરી

ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના રિપોર્ટમાં ઘટસ્ફોટ : 21 પૈસાની દવા પાંચ રૂપિયામાં વેચાય છે : ત્રણ ટકા દવાઓ એવી છે જેને બનાવવામાં કોઇ નિયમનું પાલન કરતું નથી : ભારતમાં દવા બજારનો 2.90 લાખ કરોડનો કારોબાર

- Advertisement -

ફાર્મા સેકટરમાં દવાની બનાવવાની કોસ્ટથી લઈને વેચાણ કિમતમાં ભારે અંતર હોવાનો અંજામ સામાન્ય ગ્રાહકોએ ભોગવવો પડો રહ્યો છે. ગ્રાહકો પાસેથી સામાન્ય રીતે 25થી 70 ટકા સુધીનો લાભ વસુલવામાં આવે છે તો બજારમાં 3 ટકા એવી દવાઓ વેચાય રહી છે જેને બનાવવામાં કોઈ નિયમનું પાલન કરવામાં આવતુ નથી. સામાન્ય લોકોને યોગ્ય ભાવે વસ્તુઓની ઉપલબ્ધતા સુનિ તિ કરતી કેન્દ્રીય એજન્સી સીસીઆઈના રીપોર્ટમાં આ બાબતોને ઉજાગર કરવામાં આવી છે.

- Advertisement -

આયોગે ફાર્મા સેકટર અંગે માહિતી મેળવવા માટે આ રીપોર્ટને તૈયાર કર્યો છે. આયોગે કહ્યુ છે કે સામાન્ય લોકોને સસ્તી દવા ઉપલબ્ધ કરાવવા માટે ફાર્મા સેકટરમાં દવા નિર્માણના નિર્ધારીત માપદંડની સાથે સાથે લાયસન્સ આપવા તથા અન્ય નિયમોનું પાલન કરવામાં પારદર્શિતાની જરૂર છે તો એક નેશનલ ડીઝીટલ ડ્રગ ડેટા બેંક બનાવવાની સાથે સમગ્ર સપ્લાય ચેઈનની ગુણવત્તાને સુનિતિ કરવી પડશે. આયોગનું કહેવુ છે કે 17.7 ટકા ફાર્મા બજાર નિયામક હેઠળ કામ કરે છે, પરંતુ દવા સુધી સામાન્ય લોકોની પહોંચ માટે બાકીના બજારમાં પ્રતિસ્પર્ધાની જરૂર છે કારણ કે ભારતમાં લોકો ઈલાજ પર જે ખર્ચ કરે છે તેમાંથી 62 ટકા તેઓ પોતાની ક્ષમતાની બહાર જઈને કરે છે. એક દવાની કિંમતમાં આસમાન-જમીનનું અંતર જોવા મળે છે. રીપોર્ટ અનુસાર એક જ ફોમ્ર્યુલેશનની દવાને અલગ-અલગ બ્રાન્ડથી વેચવામાં આવે છે અને તેની કિંમતમાં જમીન આસમાનનો ફેર હોય છે. ઉદાહરણ તરીકે એમોકિસસીલીન અને કલાવુલેનીક ફોમ્ર્યુલેશનની 125-500 એમજી ટેબ્લેટને ભારતમાં 217 કંપનીઓ વેચી રહી છે.

બજારમાં તેની 292 બ્રાન્ડ છે. આમાથી અનેક બ્રાન્ડની કિમત 40 રા. પ્રતિ 6 ગોળી બતાવવામાં આવી છે તો અનેક બ્રાન્ડની કિંમત 336 રા. 6 ગોળી હોય છે. રીપોર્ટ અનુસાર આવી જ રીતે ગિલીમ્પીરાઈડ અને મેટાફાર્મીનની ટેબ્લેટની ટોપ બ્રાન્ડની કિંમત પ્રતિ યુનિટ 10 ર. છે તો આ જ દવાની ખરીદી ઓછી જાણીતી બ્રાન્ડથી કરવામાં આવે છે અને તેની કિમત માત્ર 2 રૂ. પ્રતિ યુનિટ હોય છે.

- Advertisement -

રીપોર્ટ અનુસાર દવા નિર્માણ બાદ તેની ખરીદ-વેચાણમાં પણ બજારમાં ભારે અસમાનતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે કોલેસ્ટોરલ ઘટાડતી દવા એટોરવાસ્ટેટીનની 10 એમજીની ટેબ્લેટને સરકારી એજન્સી 21 પૈસામાં ખરીદે છે તે આ દવાને ખાનગી દુકાન પર 5.1 રૂપિયામાં વેચવામાં આવે છે. હૃદયરોગના ઈલાજમાં ઉપયોગી દવા ડોબુટામાઈન 250 એમજીની બજારમાં રીટેલ કિમત 286 રૂ. પ્રતિ યુનિટ છે જ્યારે સરકારી એજન્સી તેને માત્ર 14.28 રૂ.માં ખરીદે છે.

1990માં ભારતીય ફાર્મા બજારનો કારોબાર રૂ. 1750 કરોડનો હતો જે 2019-20માં વધીને રૂમ. 2.89 લાખ કરોડનો થઈ ગયો છે. આમાથી 50 ટકા વેપાર નિકાસ સાથે જોડાયેલ છે. ભારતમાં 2871 ફોર્મ્યુલેશન માટે 47478 બ્રાન્ડ હેઠળ દવાનું વેચાણ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular