Wednesday, December 25, 2024
Homeવિડિઓદેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ટોલનાકું શરૂ થતાની સાથે જ વિરોધ.......VIDEO

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ટોલનાકું શરૂ થતાની સાથે જ વિરોધ…….VIDEO

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે જે કૂરંગા- ખંભાળિયા- દેવરિયા હાઈવે તરીકે ઓળખાય છે, તે રોડનું કામ પ્રારંભથી વિવાદાસ્પદ રહ્યું છે.

- Advertisement -

આ અંગે ચર્ચાતી વિગતો મુજબ પહેલા આ રોડની મૂળ ડિઝાઇન 45 મિટરની હતી, તે ઉચ્ચ કક્ષાએથી નેતાના કહેવાતા આ રોડની ડિઝાઇન રાતોરાત બદલી 30 મીટરની ડિઝાઇનમાં રોડ બનાવી આ રોડને જાણે મોતનો કૂવો બનાવી દીધો છે. આ રોડ પર આવતા તમામ ગામોમાં જવા માટેની જે જગ્યા છોડવી જોઈએ તે જગ્યા જ છોડી ન હોવા અને જ્યાં જગ્યા છોડવામાં આવી છે ત્યાં પણ નિયમોનુસાર છોડવામાં ન આવ્યાના આક્ષેપો છે.

- Advertisement -

આ રોડનું કામ હજુ અધૂરું છે. ખોડિયાર મંદીરથી કુવાડિયાના પાટિયા સુધી એકબાજુનો રોડ તૈયાર થયો નથી. એવી જ રીતે વિરમદળના પાટિયાથી આગળ એક બાજુનો રોડ અધુરો છે, હંજડાપર પાસે પણ રોડની કામગીરી પુરી થઈ નથી, ખંભાળિયા પાસે જે સર્વિસ રોડ આપવા જોઈએ તે તૈયાર થયા નથી. દેવરિયા પાસેના એક પેટ્રોલ પંપ પાસે એક બાજુ રોડનું કામ હજુ અધૂરું છે. આવા અનેક જગ્યાએ અધુરા કામો વચ્ચે ટોલટેક્ષ કેવી રીતે ઉઘરાવી શકાય ??? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.

રોડ અધુરો અને ટોલટેક્ષ પૂરો આ તે ક્યાંનો ન્યાય ??? તેવા સવાલો સાથે એન.એચ.એ.આઈ. ના નિયમો અનુસાર સ્થાનિક લોકોને ટોલટેક્ષમાંથી મુક્તિ મળવી જોઈએ. જ્યારે સ્થાનિક લોકોને કોઈ મુક્તિ આપવામાં આવતી નથી. નિયમોનુસાર જે-તે જિલ્લામાં ટોલટેક્ષ હોય તે જિલ્લાના તમામ કોમર્શિયલ વ્હિકલને 50 ટકાની રાહત આપવી. તેની જગ્યાએ કોઈપણ રાહત આપવામાં આવતી નથી.

- Advertisement -

જ્યાં સુધી આ રોડની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ટોલટેક્ષના ઉઘરાણા બંધ કરવામાં આવે તેવી રજૂઆત ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા દ્વારા મુખ્ય મંત્રીને ઈ-મેઈલ દ્વારા કરવામાં આવી છે. જ્યારે રોડની કામગીરી પૂર્ણ થયા બાદ ટોલટેક્ષ ઉઘરાવવામાં ત્યારે સરકારએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ રોડ પી.પી.પી. મોડેલનો રોડ છે. તો તેમાં કોમર્શિયલ ધોરણે ટોલટેક્ષ વસુલ કરવામાં ન આવે. પરંતુ એક્દમ નોમીનલ ચાર્જ રાખવામાં આવે તે ખૂબ જ હિતાવહ છે. સ્થાનિક લોકોને ટોલટેક્ષમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવે અને જિલ્લાના તમામ કોમર્શિયલ વ્હીકલને 50 ટકા રાહત આપવામાં આવે.

 

જો સરકાર દ્વારા અધૂરા રોડ સાથે ઉઘરાવવામાં આવતો ટોલટેક્ષ તાત્કાલિક બંધ કરવામાં નહિ આવે, સ્થાનિક લોકોને ટોલટેક્ષમાંથી મુક્તિ આપવામાં નહિ આવે, જિલ્લાના તમામ કોમર્શિયલ વ્હિકલને નિયમોનુસાર 50 ટકાની રાહત આપવામાં નહિ આવે તો ના છૂટકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ જાગૃત નાગરિકો, જિલ્લાના તમામ પક્ષોના રાજકિય આગેવાનો, ધાર્મિક – સામાજિક સંસ્થાઓ, વેપારી એસોસિએશન, ટેક્ષી એસોસિએશન, ટ્રક એસોસિએશન, બસ એસોસિએશન, ઇકો કાર ચાલક એસોસિએશન, માર્કેટીંગ યાર્ડ એસોસિએશન, સરપંચ એસોસિએશન, વિગેરે તમામને સાથે લઈ ગાંધી ચીંધ્યા માર્ગે લોક આંદોલન કરવાની ફરજ પડશે અને તેના માટે સંપૂર્ણપણે જવાબદાર સરકાર રહેશે તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular