Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયપ્રધાનમંત્રીએ કાશ્મીર માટે સર્વપક્ષીય બેઠક બોલાવી

પ્રધાનમંત્રીએ કાશ્મીર માટે સર્વપક્ષીય બેઠક બોલાવી

- Advertisement -

દિલ્હીમાં કાશ્મીરના ભવિષ્ય અંગે ગુરુવારે યોજાનારી પીએમની સર્વપક્ષીય બેઠકમાં ગુપકાર જોડાણ સામેલ થશે એમ પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું. જોકે બેઠક અગાઉ પીડીપીના નેતા મહેબૂબા મુફ્તીનો પાકિસ્તાનપ્રેમ જાગી ઉઠયો છે. તેમણે મુદ્દો અવળે પાટે ચડાવતા કેન્દ્ર સરકાર પાકિસ્તાન સાથે વાત કરે તેવી માંગ કરી હતી. જો દોહામાં તાલિબાન સાથે વાત થઈ શકતી હોય તો કાશ્મીરમાં પણ થવી જોઈએ.

જમ્મુ-કાશ્મીરના ભવિષ્ય મામલે દિલ્હીમાં ર4 જૂને યોજાનારી બેઠક પહેલા જ ગુપકાર ગ્રુપે પોતાની માગો રજૂ કરી છે. પહેલા બેઠકમાં જવાનો ઈનકાર કરી હવે હા પાડનાર પીડીપી નેતા-પુર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફતીએ પાકિસ્તાનનો રાગ છેડયો કે તાલીબાન સાથે વાતચીત થઈ શકે તો પાકિસ્તાન સાથે કેમ નહીં ?

દિલ્હીમાં બેઠક પહેલા ગુપકારની બેઠક યોજાયા બાદ મુફતીએ કહ્યુ કે અમે દિલ્હી જઈશું અને પોતાની વાત રજૂ કરીશું. દોહા જઈને તાલીબાન સાથે વાત કરો છો તો કાશ્મીર આવીને કેમ વાત કરતાં નથી ? આર્ટીકલ 370 અંગે માગો પર ગુપકાર ગ્રુપ મક્કમ છે. કેન્દ્ર સરકારે કાશ્મીર મામલે પાકિસ્તાન સાથે પણ વાતચીત કરવી જોઈએ. ફારૂક અબ્દુલાએ કહ્યુ કે વડાપ્રધાન અને ગૃહમંત્રી સામે અમે અમારી સમસ્યાઓ રજૂ કરીશું. ગુપકાર બેઠક બાદ પત્રકાર પરિષદમાં ગુપકાર ગઠબંધને આરોપ લગાવ્યો કે અમોને દિલ્હીમાં બેઠક માટે બોલાવવામાં આવ્યા છે પરંતુ બેઠકનો એજન્ડા જણાવવામાં આવ્યો નથી. અમે અમારા એજન્ડા સાથે જઈશું. તેમને ગેરસમજ ન રહે કે અમે તેમના એજન્ડા પર હસ્તાક્ષર કરી દઈશું. કાશ્મીરના હકમાં હશે ત્યાં હા કહીશું, નહીં તો સાફ ઈન્કાર. અમે કાશ્મીરી લોકોની વાત કરીશું. જેલમાં બંધ રાજકીય કેદીઓને છોડવાની માગ કરીશું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular