જામનગરના બેડી વિસ્તારમાં રહેતો સખ્શ ગઈકાલના રોજ એક સગીરાને લલચાવી ફોસલાવી તેના વાલીપણા માંથી ભગાડી લઇ જતા સગીરાના પિતાએ સીટી બી ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ શરુ કરી છે.
જામનગરના બેડી વિસ્તારમાં દિવેલિયા ચાલી પાછળ રહેતો અખ્તરભાઈ આમદભાઈ મરચી નામનો શખ્સ ગઈકાલના રોજ રાત્રે 9 વાગ્યાના સમય આસપાસ સગીરાને (ઉંમર 17વર્ષ 5માસ) લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો છે. જે વિરુધ સગીરાના પિતાએ સીટી બી ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 363,366 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.