Monday, December 8, 2025
Homeરાજ્યજામનગરપત્ની દ્વારા અન્ય પુરૂષ સાથે મળી પતિ પર હુમલો

પત્ની દ્વારા અન્ય પુરૂષ સાથે મળી પતિ પર હુમલો

પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલુ હોય, બંને અલગ રહેતાં હતાં : પત્નીને અન્ય પુરૂષ સાથે વાતચીત કરતાં જોઇ જતાં મામલો બીચકાયો

જામનગરમાં પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલતો હોય અને પત્ની અલગ રહેતી હોય આ દરમિયાન તેને અન્ય પુરૂષ સાથે જોઇ જતાં પતિએ પત્નીને આ અંગે કહેતાં પત્નીએ અન્ય પુરૂષ સાથે મળી પતિ ઉપર હુમલો કરી ધમકી આપ્યા અંગેની બે શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોડિયાર કોલોની પુષ્પક પાર્ક શેરી નંબર-4 માં રહેતા મનોહરસિંહ પ્રવિણસિંહ જેઠવાને તેમના પત્ની કાજલબા સાથે છૂટાછેડાનો કેસ ચાલતો હોય. છેલ્લાં એક વર્ષથી કાજલબા તેમના પતિથી અલગ તિરૂપતિ સોસાયટીમાં રહેતાં હતાં અને કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલુ છે. ત્યારે તા.8 ના રોજ ફરિયાદી મનોહરસિંહ તેમના પત્ની કાજલબાને અન્ય પુરૂષ સાથે વાતચીત કરતા જોઇ જતા આ બાબતે તેની પત્નીને વાત કરતા કાજલબા મનોહરસિંહ જેઠવા અને અન્ય પુરૂષ ચિરાગ અનિલ વેગડા ઉશ્કેરાઇ જઈ અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે હુમલો કરી માથાના ભાગે ઈજા પહોંચાડી હતી અને પત્નીએ પતિને જાની મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે મનોહરસિંહ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular