Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરજમાઇ ઉપર હુમલો કરી સસરા અને સાળા દ્વારા યુવતીનું અપહરણ

જમાઇ ઉપર હુમલો કરી સસરા અને સાળા દ્વારા યુવતીનું અપહરણ

પુત્રીએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી હુમલો: યુવાનના સસરા-સાળા સહિતના શખ્સો દ્વારા ઘરમાં આવી જમાઈને લમધાર્યો : જમાઈના માતા-પિતા અને ભાઈ ઉપર હુમલો કરી પુત્રીનું અપહરણ કરી ગયા : પોલીસ દ્વારા આઠ જેટલા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતાં યુવાને પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી સાળા તથા સસરા સહિતના અડધો ડઝન જેટલા શખ્સો એ પિતા-પુત્ર ઉપર હુમલો કરી યુવતીનું અપહરણ કરી યુવાનના પરિવાર ઉપર લાકડાના ધોકા, કોસ અને પટ્ટા વડે માર માર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં નવાપાણીના ટાંકા પાસે રહેતાં અને ફર્નિચરનો વ્યવસાય કરતાં હાર્દિક ભીખુભાઈ ધોકીયા (ઉ.વ.25) નામના યુવાને હાજા આલા આંબલિયાની પુત્રી રીના સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. આ પ્રેમલગ્નનો ખાર રાખી હાજા આલા આંબલિયા, રાહુલ હાજા આંબલિયા, રાહુલના મામા અને ચારથી પાંચ જેટલા અજાણ્યા સહિતના શખ્સોએ ગુરૂવારની રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં બે કારમાં હથિયારો સાથે આવીને હાર્દિક તથા તેના પિતા ભીખુભાઈ ઉપર લોખંડની કોસ વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ હાર્દિકના ભાઈ પરેશ ઉપર ધોકા વડે હુમલો કરી વીખોડિયા ભર્યા હતાં. ઉપરાંત ત્રણ જેટલા શખ્સોએ હાર્દિકની પત્ની રીનાબેનના રૂમનો દરવાજો તોડી અંદર જઈ રીનાબેનને માર માર્યો હતો અને રીનાબેનનું અપહરણ કરી જતાં હતા તે દરમિયાન હાર્દિકની માતા વચ્ચે પડતા તેના ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો.

તેમજ પત્ની રીનાબેનનું સાસરીયાઓ દ્વારા અપહરણ કરાતા પતિ હાર્દિક, સસરા ભીખુભાઈ અને હાર્દિકનો ભાઈ પરેશ વચ્ચે પડતા આઠ જેટલા શખ્સોએ લાકડાના ધોકા, કોસ અને પટ્ટા વડે આડેધડ માર મારી હાર્દિકની પત્ની રીનાબેનનું અપહરણ કરી નાશી ગયા હતાં. પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ કરી તેના પતિ અને સાસરિયાઓ ઉપર હુમલો કર્યાના બનાવમાં ઘવાયેલા ચાર વ્યકિતઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ એ.કે. પટેલ તથા સ્ટાફે હાર્દિકના નિવેદનના આધારે તેના સસરા અને સાળા સહિતના આઠ જેટલા શખ્સો વિરૂધ્ધ પત્નીનું અપહરણ કરી હુમલો કર્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular