લાલપુર તાલુકાના નવાગામમાં રહેતાં હરીશભાઈ મકવાણા નામના મજૂરીકામ કરતા યુવાનની પુત્રી દિવ્યાબેન મકવાણા (ઉ.વ.22) નામની 5 ફૂટ ઉંચાઈ ધરાવતી ગુજરાતી અને હિન્દી ભાષા બોલતી મજબુત બાંધાની શ્યામ વર્ણ વાળી બ્લુ કલરનું ફ્રોક અને લાલ કલરની કેપરી પહેરેલ 11 ધોરણ પાસ યુવતી શુક્રવારે સવારના તેના ઘરેથી રિલાયન્સ કંપનીનો પાસ બનાવવા જવાનું કહીને ઘરેથી નિકળ્યા બાદ લાપતા બની ગઈ હતી. આ અંગેની યુવતીના પિતા હરીશભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.સી.જાડેજા તથા સ્ટાફ દ્વારા યુવતી અંગેની કોઇ માહિતી મળે તો મેઘપર પોલીસ સ્ટેશન અથવા જામનગર જિલ્લાના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરવામાં આવી હતી.