Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરશિયાળાના આગમનની છડી પોકારતી ધૂમ્મસ...

શિયાળાના આગમનની છડી પોકારતી ધૂમ્મસ…

- Advertisement -

ઓકટોબર એટલે મિક્સ સિઝનનો મહિનો કે જ્યારે ચોમાસુ વિદાય લે છે ને શિયાળાની શરુઆત થતી હોય છે. આ વખતે અધિક માસના કારણે હજૂ ભાદરવો હોય, ત્યારે ભાદરવાના તાપ પણ ખૂબ પડે છે અને કાયદેસર ચોમાસાએ વિદાય પણ નથી લીધી ત્યારે ક્યારેક વરસાદી ઝાપટા પણ આવે છે. આમ આ મિક્સ ઋતુમાં ઝાકળ છવાતા અદ્ભૂત દ્રશ્યો ગઇકાલે જોવા મળ્યા હતાં. વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. મોડીરાત્રે અને વહેલી સવારે ઝાકળ છવાઇ હતી. ત્યારે શહેરના માર્ગો પર આહલાદાયક વાતાવરણ સર્જાયુ હતું. જે લોકોએ માણ્યો હતો. આમ, હજૂ ચોમાસાની કાયદેસર વિદાય બાકી છે. ત્યાં એકાએક આજે વહેલી સવારે ઝાકળની ચાદર છવાતા જામનગરમાં મનમોહક દ્રશ્યો દેખાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular