Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર ખાતે WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરની પ્રથમ ટેકનિકલ સંકલન બેઠક યોજાઇ

જામનગર ખાતે WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરની પ્રથમ ટેકનિકલ સંકલન બેઠક યોજાઇ

31 દેશોના 65 નિષ્ણાંતોએ WHO TMC કાર્યયોજના 2024-25ના અમલીકરણ અંગે ચર્ચા-પરામર્શ કર્યા

- Advertisement -

જામનગર ખાતે વિશ્વ આરોગ્ય સંગઠન હેઠળ ‘ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર’ આકાર પામી રહી છે. ત્યારે આ સેન્ટરની માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. વુ જીટીએમસીના સંચાલકો દ્વારા પત્રકારોને આ સેન્ટરની માહિતી આપવામાં આવી હતી. તેમજ વર્ષ 2024-25ના કાર્યયોજના અંગે બેઠક યોજાઇ હતી.

- Advertisement -

WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર (GTMC) દ્વારા 19 થી 21 માર્ચ 2024ના રોજ નવી દિલ્હી, ભારતમાં ‘વૈશ્વિક તકનીકી સંકલન બેઠકનું’ આયોજન થયું હતુાં ત્યારબાદ તા. 22 માર્ચ 2024ના રોજ જામનગરમાં ટ્રેડિશ્નલ મેડિસિન સેન્ટર(TMC)ની ઈન્ટ્રીમ કચેરી ખાતે WHOની આંતરિક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2023માં ગાંધીનગર ખાતે યોજાયેલી વિશ્વની સૌ પ્રથમ WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સમિટ દ્વારા નિર્ધારિત કામગીરી માટેની કાર્યસુચીને અનુસરીને વિશ્ર્વના છ વિવિધ ખંડો-પ્રદેશોમાંથી 31 દેશોના 65 નિષ્ણાતો એ WHO TMC કાર્ય યોજના (વર્ક પ્લાન) 2024-25ના અમલીકરણ અંગે ચર્ચા-પરામર્શ કર્યો હતો. જેમાંથી મુખ્ય મુદ્દાઓ આ મુજબ રહ્યાં હતા. નીતિવિષયક બાબતોની સમીક્ષા, ટ્રેડિશ્નલ મેડિસિન અંતર્ગત સંશોધન અને પુરાવાઓ, ક્લિનિકલ ડેટા અને ICD-11, જૈવવિવિધતા અને સ્વદેશી ચિકિત્સા પર માહિતીની આપ-લે, ડિજિટલ હેલ્થ અને પરંપરાગત દવા માટેની એપ્લિકેશન. વધુમાં બેઠકના સહભાગીઓએ મુખ્ય કાર્યને આનુષંગિક રીતે વૈશ્વિક જનસ્વાસ્થ્યને અનુલક્ષીને સમગ્ર વિશ્વની પારંપરિક ચિકિત્સા પધ્ધતીઓનો એક સંચય-સંગ્રહ તૈયાર કરવા અંગે ચર્ચા કરેલ હતી.

આ સંચય પારંપરિક, વૈકલ્પિક અને એકિકૃત ચિકિત્સા પધ્ધતિઓ તથા પ્રાચિન ભારતીય જ્ઞાન સંબંધિત સિધ્ધ થયેલ માહિતી અને સંસાધનો દ્વારા જ્ઞાનની નવી દિશાઓ ખોલશે. બેઠકમાં હાલમાં ઉપ્લબ્ધ્ધ આ પ્રકારના સંચયોની સમિક્ષા કરવામાં આવી તેમજ નવો વૈશ્વિક સંચય તૈયાર કરવા માટેનો અવકાશ, પધ્ધતિઓ, ટેક્નોલોજી તેમજ સંચાલનનો રીવ્યુ કરવામાં આવ્યો!

- Advertisement -

આ તકે વુ જીટીએમસીના ઇન્ચાર્જ ડાયરેકટર ડો. શ્યામા, કમ્યુનિકેશન હેડ ડો. તુંગા, ટ્રેડિનશ્નલ મેડિશીન હેડ ડો. કીમ સુન્ચો, આઇટીઆરએ ડાયરેકટર ડો. અનુપ ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular