Friday, April 19, 2024
Homeસ્પોર્ટ્સકાલથી શરુ થશે WPL (વુમન્સ પ્રીમિયર લીગ)ની પહેલી સીઝન

કાલથી શરુ થશે WPL (વુમન્સ પ્રીમિયર લીગ)ની પહેલી સીઝન

23 દિવસમાં 5 ટીમ રમશે 20 લીગ મેચ

- Advertisement -

ક્રિકેટના ચાહકો માટે IPL બાદ હવે (WPL)વુમન્સ પ્રીમિયર લીગનો પ્રારંભ થઇ રહ્યો છે. આ લીગ 23 દિવસ સુધી ચાલશે જેમાં 5 ટીમો દ્વારા 20 લીગ મેચ અને બે નોકઆઉટ મેચ રમાશે. આવતી કાલે સાંજે શરુ થવા જઈ રહી છે WPL. આ ટુર્નામેન્ટની શરૂઆત કાલે 7.30 વાગ્યાથી ડી વાય પાટીલ સ્ટેડીયમમાં ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ ની મેચ થી શરુ થશે. જોકે બધી મેચો મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડીયમ અને બ્રેબોર્ન સ્ટેડીયમમાં રમાશે.

- Advertisement -

WPLની ટીમ પર નજર કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પલેયિંગ-11 નબળી હોય તેવું દેખાય છે, જયારે મેગ લેનિંગની કેપ્ટનશિપમાં દિલ્હી કેપિટલ્સની ટીમ સૌથી મજબૂત દેખાઈ રહી છે. પહેલી સીઝનમાં કુલ પાંચ ટીમો રમશે જેમાં વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની પહેલી સીઝનમાં 5 ટીમ રમતી નજર આવશે, જેમાં દિલ્હી કેપિટલ્સ (DC), મુંબઈ ઈન્ડિયન્સ (MI), રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB), ગુજરાત જાયન્ટ્સ (GG) અને યુપી વોરિયર્સ (UPW) નો સમાવેશ થાય છે. વાત કરીએ કેપ્ટનની તો દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ છે, બેંગલોરની સ્મૃતિ મંધાના, ગુજરાતની બેથ મુની, મુંબઈની હરમનપ્રીત કૌર,  અને યુપીની એલિસા હિલી છે. આ પાંચ ટીમની કેપ્ટન માંથી 3 ટીમની કેપ્ટન ઓસ્ટ્રેલિયાની છે અને 2 ભારતીય છે.

- Advertisement -

4 માર્ચ આવતીકાલથી શરુ કરી આ મેચ 21 માર્ચ સુધી લીગ સ્ટેજની 20 મેચ રમશે. દરેક ટીમ એકબીજા સાથે 2-2 મેચ રમશે. જેથી દરેક ટીમ લીગ સ્ટેજમાં ઓછામાં ઓછી 8 મેચ રમશે. 20 લીગ પોઈન્ટ્સ ટેબલમાં પહેલા સ્થાન પર રહેનારી ટીમ સીધી ફાઈનલમાં પહોચશે, જયારે બીજા અને ત્રીજા સ્થાને રહેનારી ટીમની વચ્ચે 24 માર્ચે એલિમિનેટર મેચ રમાશે. હારનાર ટીમ ત્રીજા સ્થાને ફિનિશ કરશે અને જીતનારી ટીમ 26 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાનારી ફાઈનલ મેચ રમશે.

17 દિવસમાં ટૂર્નામેન્ટની 20 લીગ મેચ રમાશે. 5,18,20 અને 21 માર્ચે 4 ડબલ હેડર રમાશે, એટલે કે એક જ દિવસમાં 2 મેચ રમાશે. પહેલી મેચ બપોરે 3:30 વાગે રમાશે, જ્યારે બીજી મેચ સાંજે 7:30 વાગે રમાશે. એલિમિનેટર અને ફાઈનલ મેચ પણ સાંજે 7:30 વાગે રમાશે.

- Advertisement -

લીગ સ્ટેજના 20 મેચ અને ક્વોલિફાયરની 2 મેચ સહિત ટૂર્નામેન્ટમાં કુલ 22 મેચ રમાશે. આ પછી વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ને પહેલું ચેમ્પિયન મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular