Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરચલ…ચલ... ચલેયાર ધક્કા માર

ચલ…ચલ… ચલેયાર ધક્કા માર

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ સેવા શહેરના તમામ વિસ્તારોમાં શરૂ કરવામાં આવી છે. જો કે, આ બસ સેવાનો અગાઉ વિવાદ થયો હતો. ગઈકાલે શુક્રવારે મોડી સાંજના સમયે કાલાવડ નાકા બહારના વિસ્તારમાં એક સીટી બસનું ડીઝલ ખલાસ થઈ જતાં મુસાફરોએ ધકકા મારવા પડયા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ,જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેર અને નગરસીમના વિસ્તારોમાં સીટી બસ સેવાનું સંચાલન કરવામાં આવે છે અને શહેરીજનોને સગવડતા માટે આ બસ સેવા કરાઇ છે. જો કે, આયોજનના અભાવને કારણે શુક્રવારે મોડી સાંજના સમયે કાલાવડ નાકા બહાર આવેલા સહારા ગેરેજ પાસે જીજે-10-ટીવી-6754 નંબરની સીટી બસ મુસાફરોને લઇને જતી હતી ત્યારે ડીઝલ ખલાસ થઈ ગયું હતું. જેના કારણે મુસાફરી કરી રહેલા મુસાફરોને એક કલાક હાલાકી ભોગવવી પડી હતી. બાદમાં મુસાફરોએ ધકકા માર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular