Wednesday, January 14, 2026
Homeરાજ્યજામનગરજામનગર ગાંધીનગર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પરથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો

જામનગર ગાંધીનગર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પરથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો

જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર આજે સવારે પ્લેટફોર્મ નંબર બે પર થી એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. રેલવે પોલીસ દ્વારા તેની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ પરથી ૫૫ વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકે લીલી સફેદ લીટી વાળું ટીશર્ટ જ્યારે કાળા કલરનું પેન્ટ પહેરેલા છે, જેના કોઈ વાલીવારસદાર ન હોવાથી રેલવે પોલીસ દ્વારા મૃતદેહ નો કબજો સંભાળી તેની ઓળખ માટે મૃતદેહ ને જી.જી. હોસ્પિટલ ના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. ઉપરોક્ત મૃતદેહ અંગે કોઈને જાણકારી હોય તો તેમણે જામનગરના રેલવે ના પોલીસ હેડ કોન્સ્ટેબલ માલદેવભાઈ વાળા અથવા પોલીસ કોન્સ્ટેબલ મયુરભાઈ ના સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular