ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસથી ઠંડીનું જોર ઘટ્યું હતું. પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 48 કલાકમાં ઠંડીનું જોર વધશે. લઘુતમ તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો ઘટાડો થતાં ફરી એક વખત કડકડતી ઠંડીનો એહસાસ થશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનું પ્રમાણ વધવાનું છે. જેમા 2 દિવસ સુધી તેની અસર રહેશે. રાજ્યના લધુત્તમ તાપમાનમાં પણ 4 થી 5 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. ખાસ કરીને દરિયાકાંઠે આવેલા વિસ્તારોમાં સૌથી વધારે ઠંડીનું પ્રમાણ જોવા મળી શકે છે. આ વર્ષે શિયાળામાં સતત પાંચમી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે. જેના કારણે લોકોને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજ્યમાં આગામી 48 કલાક તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં 6 ફેબ્રુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. આગામી બે દિવસ સુધી દરિયામાં કાંઠે પણ પવન તેજ રહેવાની પૂરી શક્યતાઓ છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.