સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન વી રમનાએ ફરી એક વખત મીડિયાને તેમની જવાબદારી વિશે સભાન કર્યા છે. CJIએ કહ્યું કે, સ્વતંત્ર પત્રકારત્વ લોકશાહીની કરોડરજ્જુ છે. પત્રકાર જનતાના આંખ-કાન હોય છે.
ખાસ કરીને ભારતીય સામાજિક પરિદ્રશ્યમાં હકીકતો રજૂ કરવાની જવાબદારી મીડિયા હાઉસની છે. લોકો હજુ પણ માને છે કે, જે કંઈ છપાય છે તે સાચું છે. દિલ્હીમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશે કહ્યું, હું એટલું જ કહેવા માંગુ છું કે, મીડિયાએ તેના પ્રભાવ અને વ્યાપારી હિતોને વિસ્તૃત કરવાના સાધન તરીકે તેનો ઉપયોગ કર્યા વિના પ્રામાણિક પત્રકારત્વ સુધી મર્યાદિત રહેવું જોઈએ.
ઈમરજન્સીનો હવાલો આપતા CJIએ કહ્યું કે, માત્ર મીડિયા હાઉસ પાસે કોમર્શિયલ સામાન નથી, જે ઈમરજન્સીના કાળા દિવસોમાં લોકશાહી માટે લડવા સક્ષમ હતા. મીડિયા હાઉસની સાચી પ્રકૃતિનું સમય સમય પર મૂલ્યાંકન કરવામાં આવશે. અને ટ્રાયલ સમયે તેમના વર્તન પરથી યોગ્ય અનુમાન કાઢવામાં આવશે. આ અગાઉ CJIએ ઝારખંડમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયાને આડે હાથ લીધુ હતું. તેમણે કહ્યું કે, અમે જોઈ રહ્યા છીએ કે, મીડિયા કાંગારૂ કોર્ટ ચલાવી રહી છે. આ કારણે ક્યારેક અનુભવી ન્યાયાધીશોને પણ ગોથે ચડાવે છે. ઘણા ન્યાયિક મુદ્દાઓ પર ખોટી માહિતી અને એજન્ડા ચલાવવાથી લોકશાહી માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે.