Tuesday, December 3, 2024
Homeરાજ્યહાલારલાલપુર તાલુકાના પીપળી નજીક કારે બાઈકસવારને ઠોકરે ચડાવ્યા

લાલપુર તાલુકાના પીપળી નજીક કારે બાઈકસવારને ઠોકરે ચડાવ્યા

- Advertisement -

લાલપુર તાલુકાના પીપળી ગામ નજીક ચારણનેશ તરફ જવાના માર્ગ પરથી પસાર થતા સાળા-બનેવીના બાઈકને પૂરઝડપે આવી રહેલી કારે ઠોકર મારતા અકસ્માતમાં બંનેને ઈજા પહોંચી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતો ઉમર ફારુક કકકલ (ઉ.વ.33) નામનો યુવાન ગત તા.28 જાન્યુઆરીના રોજ સવારના સમયે પીપળી ગામ ચારણનેશ તરફ જવાના માર્ગ પરથી તેના સાળાના જીજે-10-ઈએ-1543 નંબરના બાઈક પર આદિલ આમીન કુંગડા સાથે પસાર થતો હતો. ત્યારે સામેથી પૂરઝડપે આવી રહેલી જીજે-10-ટીએકસ-3201 નંબરની કારના ચાલકે બાઈકને ઠોકર મારતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઉમર ફારુક અને આદિલભાઈને પગમાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે એમ. કે.ગઢવી તથા સ્ટાફે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular