Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારગોવાણાની ઘટનામાં પાણીનો બોર ખુલ્લો રાખનાર ખેડૂત વિરુધ્ધ ફરિયાદ

ગોવાણાની ઘટનામાં પાણીનો બોર ખુલ્લો રાખનાર ખેડૂત વિરુધ્ધ ફરિયાદ

બે દિવસ પહેલાં પાણીના ખુલ્લા બોરમાં બે વર્ષનો બાળક પડી ગયો : 10 કલાક તંત્ર દ્વારા રેસ્કયૂ ઓપરેશન બાદ ઉગારી લેવાયો : બાળકની હાલત નાજુક : બોર ખુલ્લો રાખનાર ખેડૂત સામે પોલીસ ફરિયાદ

- Advertisement -

લાલપુર તાલુકાના ગોવાણા ગામના વાડી વિસ્તારમાં આવેલા ખેતરની જમીનમાં બેદરકારીપૂર્વક પાણીનો બોર ખુલ્લો રાખતા તેમાં બે વર્ષનો બાળક રમતા રમતા પડી ગયાની ઘટનામાં બાળકના પિતાએ ખેડૂત વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ગોવાણા ગામની સીમમાં આવેલા રણમલ મેપાભાઈ કરંગીયાના ખેતરમાં થોડા દિવસ પહેલાં પાણીનો બોર કરાવ્યો હતો. જે બોર બેદરકારીપૂર્વક ખુલ્લો મૂકી દીધો હતો. દરમિયાન મંગળવારે સાંજના સમયે આ વિસ્તારમાં ખેતમજૂરી કરતા નિલેશભાઈ રમેશભાઈ વસાવા નામના શ્રમિક યુવકનો બે વર્ષનો પુત્ર રાજ ખેતરમાં રમતા રમતા પાણીના ખુલ્લા બોરમાં પડી ગયો હતો. ત્યારબાદ બે વર્ષના બાળકને જીવતો બચાવી લેવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા અધિકારીઓ અને ફાયર ટીમના જવાનો દ્વારા રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર ટીમ દ્વારા હાથ ધરાયેલા 10 કલાક ચાલેલા રેસ્કયૂ ઓપરેશનના અંતે રાજ નિલેશભાઈ વસાવા (ઉ.વ.02) નામના માસમ બાળકને આબાદ બચાવી લેવામાં આવ્યો હતો. જો કે, આટલો લાંબો સમય બોરમાં રહ્યા બાદ તબિયત લથડી ગઈ હતી.

ત્યારબાદ બાળકને 108 એમ્બ્યુલન્સ દ્વારા અહીંની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકની હાલત નાજુક હોવાનું તબીબ સુત્રો દ્વારા જણાવાયું છે. આ બનાવ અંગે બાળકના પિતા નિલેશભાઈ દ્વારા ખેતરના માલિક રણમલ કરંગીયા સામે ફરિયાદ નોંધાવાતા હેકો એમ.કે. ગઢવી તથા સ્ટાફે રણમલ વિરૂધ્ધ ખેતરમાં પાણીનો બોર બેદરકારીપૂર્વક ખુલ્લો રાખી કોઇની જિંદગી જોખમાય તે ગુનામાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular