Friday, December 6, 2024
Homeરાજ્યજામનગરએમ.પી. શાહ મેડિકલ કોલેજ દ્વારા દેહદાનની બોડીના અંગોનું શાસ્ત્રોક્તવિધિથી અંતિમ સંસ્કાર કરાયા...

એમ.પી. શાહ મેડિકલ કોલેજ દ્વારા દેહદાનની બોડીના અંગોનું શાસ્ત્રોક્તવિધિથી અંતિમ સંસ્કાર કરાયા – VIDEO

આદર્શ સ્મશાન ગૃહ ખાતે 29 લોકોના અંગોનું અંતિમ સંસ્કાર

- Advertisement -

વિશ્વમાં અસંખ્ય લોકો તંદુરસ્ત અંગોની ઉપલબ્ધતા ન હોવાના કારણે પોતાના જીવ ગુમાવે છે. ત્યારે અમુક લોકો તંદુરસ્ત અંગો ધરાવતા હોવા છતાં અકાળે મૃત્યુ પામતા હોય છે. ત્યારે મૃત્યુ પછી તેમના તંદુરસ્ત અંગોનું દાન કરીને અમુક લોકો મૃત્યુ બાદ પણ પૂણ્ય કમાઇ જતાં હોય છે. આવા દેહદાન માટે આવેલા 29 લોકોના અંગોનું શાસ્ત્રોક્તવિધિથી અંતિમ સંસ્કાર જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવ્યા હતાં.

- Advertisement -

આજરોજ જામનગરના આદર્શ સ્મશાન ગૃહ ખાતે જામનગર એમ.પી. શાહ મેડિકલ કોલેજ, આર્યસમાજ જામનગર અને સ્મશાન વ્યવસ્થા સમિતિના સંયુક્ત ઉપક્રમે જે લોકોએ જામનગરની મેડિકલ કોલેજમાં અંગદાન અને દેહદાન કરેલા 29 લોકોનું આર્યસમાજની શાસ્ત્રોક્તવિધિ દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. સામાન્ય રીતે દર બેથી અઢી વર્ષે મેડિકલ કોલેજ દ્વારા આ વિધિ દ્વારા દેહદાન આવેલા લોકોના ટેસ્યુનું વિધિ મુજબ અંતિમ સંસ્કારનું આયોજન થતું હોય છે.

- Advertisement -

આ તકે એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઇ, સિનિયર ડો. મિતેષ પટેલ, એનોટોમી વિભાગ, જી.જી. હોસ્પિટલના ડોકટર્સ, આર્યસમાજ-જામનગર તેમજ સ્મશાન વ્યવસ્થા સમિતિના દર્શનભાઇ ઠક્કર સહિત તમામ લોકોએ પુરા સન્માન સાથે હૃદયપૂર્વક આ વિધિવત અંતિમ સંસ્કાર કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular