Tuesday, June 23, 2026
Homeરાજ્યદ્વારકાના ગોરીંજા ગામના દરિયાકાંઠા વિસ્તારમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપડયો

દ્વારકાના ગોરીંજા ગામના દરિયાકાંઠા વિસ્તારમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપડયો

દેવભૂમિ દ્વારકા તાલુકાના ગોરીંજા ગામની સીમમા ઓખેશ્વર મહાદેવ મંદીર પાસે આવેલા દરીયાકાંઠા વિસ્તાર પાસેથી થોડા દિવસ પૂર્વે અકસ્માતે દરીયામાં ડૂબી જવાના કારણે ફુલાઈ ગયેલી હાલતમાં અંદાજીત 40 થી 50 વર્ષની ઉંમરના એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે મૃતદેહના હજુ સુધી કોઈ વાલીવારસદાર મળી આવ્યા નથી.
જેથી આ મૃતદેહને હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવેલા કોલ્ડરૂમમાં રાખવામાં આવેલ છે. કોઈ લાપતા બનેલા યુવાનના વારસદારોએ દ્વારકા પોલીસનો સંપર્ક સાધવા પી.એસ.આઈ. એ.આઈ.ચાવડાની એક યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular