Tuesday, March 11, 2025
Homeરાજ્યજામનગરપીપરટોડા નજીકથી બ્રાસપાર્ટના વેપારી યુવાનનો મૃતદેહ સાપડ્યો

પીપરટોડા નજીકથી બ્રાસપાર્ટના વેપારી યુવાનનો મૃતદેહ સાપડ્યો

- Advertisement -

લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં આવેલા સીએચસી સેન્ટર નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં દરેડ ચોકડી પાસે આવેલા કીર્તી પાન પાછળની વ્રજ સોસાયટીમાં રહેતા અને બ્રાસપાર્ટનો વ્યવસાય કરતો દિનેશભાઇ શિવાભાઇ સાવલિયા (ઉ.વ.45) નામનો પટેલ યુવાન તેના ઘરેથી નિકળ્યા બાદ લાપતા થયો હતો અને બુધવારે સાંજના સમયે લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં આવેલા સીએચસી સેન્ટરના પુલીયા પાસેથી બેશુધ્ધ હાલતમાં યુવાન મળી આવતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. બનાવની જાણ પરેશભાઇ દ્વારા કરવામાં આવતા પીએસઆઇ એસ.પી.ગોહિલ તથા સ્ટાફે હોસ્પિલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમમાં સાપ કરડવાથી મોત થયાનું ખુલતાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular