દ્વારકા થી 18 કિ.મી.દૂર આવેલ નાગેશ્વર જ્યોર્તિલિંગના દર્શન હવેથી ઓનલાઇન થઇ શકશે. શિવપ્રેમી ભક્તજનો ઘરે બેઠા ઓનલાઇન નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન અને આરતીનો લાભ લઇ શકે તે હેતુથી તારીખ 07/08/2021 શનિવારે પ.પુ. ભાગવતાચાર્ય દાદાશ્રી શરદભાઈ વ્યાસના વરદ હસ્તે સંતો મહંતોની હાજરીમાં યુ ટ્યુબ ચેનલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
બ્રહમ વિકાસ ચરિટેબલ ટ્રસ્ટ જામનગર અને સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન ઈન્ડીયાના સહયોગથી નાગેશ્વર જ્યોતિર્લિંગની સવાર અને સાંજ ની આરતીના લાઇવ દર્શન યુ ટ્યૂબ ચેનલ પર દરરોજ થઈ શકશે અને તમામ ભક્તજનો લાઇવ દર્શન નો લાભ ઘર બેઠા લઇ શકશે.
ધર્મપ્રેમી જનતા અને શિવભક્તો https://youtube/eISTPDJ1BKW આ ચેનલ પર પર દરરોજ સવારે ૬ કલાકે મંગળા આરતી અને સંધ્યા આરતીનો સાંજે ૭:૦૦ વાગે લાઈવ લાભ લઇ શકશે.