Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરડોકટર તથા પેથોલોજી લેબના સંતાનોના એડમિશનના નાણા ખંખેરનાર આરોપીની જામીન અરજી રદ્

ડોકટર તથા પેથોલોજી લેબના સંતાનોના એડમિશનના નાણા ખંખેરનાર આરોપીની જામીન અરજી રદ્

- Advertisement -

જામનગરના જાણીતા સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. રાજેન્દ્રભાઇ ઠાકર તથા જોષી લેબના માલિક મિરજભાઇ જોશી, વિશ્ર્ણુભાઇ ભટ્ટ તથા ડો. કાંતિલાલ મારકણાના સંતાનોને એમબીબીએસમાં એડમિશન લેવાની કાર્યવાહીઓ કરતાં હોય, આ દરમિયાન તેમનો સંપર્ક ધવલભાઇ મહેન્દ્રભાઇ સંઘવી સાથે થયો હતો અને તેઓ જયપુર ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટીટયૂટસ ઓફ મેડિકલ એન્ડ સાયન્સમાં એડમિશન કરાવી આપે છે અને તેઓ તે સંસ્થા સાથે સંકળાયેલા હોવાની વાતચીત કરી આ સંતાનોના એડમિશન ક્ધફર્મ કરાવી આપવા માટે વિશ્ર્વાસ અને ભરોષો આપ્યો હતો. ડો. ઠાકર તથા જોશી લેબના માલિક મિરજભાઇ જોશી, વિશ્ર્ણુભાઇ ભટ્ટ તથા ડો. મારકણાને તેમને સંતાનોના અભ્યાસ માટેની કામગીરી સોંપી હતી. આરોપી ધવલ સંઘવીએ થોડો સમય બાદ જણાવેલ કે, તમારા સંતાનોના એડમીશન ક્ધફર્મ થઇ ગયેલ છે અને એનઆઇઆર ક્વોટામાં એડમીશન થશે અને એક સંતાનના એડીમશનના 22 લાખ જેવો ખર્ચો થશે. તેમ જણાવેલ હતું. તેમાં પીજી રહેવાનું તથા અભ્યાસ તમામ ખર્ચ આવી જશે. તેવી ખાત્રી આપી હતી અને તે એડમીશન માટે 20 લાખની રકમ એડવાન્સ આપવાથી એડમીશન થઇ જશે અને આ આરોપીએ તેમના સંબંધી જામનગર ખાતે વસવાટ કરે છે. તે મિતેશભાઇને આપવા માટે જણાવેલ હતું. જેથી ફરિયાદી અને સાહેદોએ તમામે 20 લાખ જેવી રકમ મિતેશને આપી હતી.

- Advertisement -

ત્યારબાદ એડમીશન થયેલ ન હોય અને લાંબો સમય બાદ પણ એડમીશન બાબતે કોઇ કાર્યવાહીઓ થયેલ નહીં અને આ આરોપીઓ પણ કોઇ જવાબ આપતા નહીં. આ દરમિયાન તેમના સંતાનોનું મેરીટમાં એડમીશન થઇ જતાં આરોપી પાસેથી રકમ પરતની માગણી કરી હતી. પરંતુ આરોપીએ કોઇ રકમ પરત આપેલ નહીં અને તેની તપાસ કરતાં તેઓએ કયાય એડમીશનની કાર્યવાહીઓ જ કરેલી ન હોવાનું સામે આવતા ડો. રાજેન્દ્ર ઠાકર દ્વારા જામનગર સીટી-બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં આરોપી ધવલ સંઘવીએ જામીન મુક્ત થવા માટે અરજી દાખલ કરી હતી.

અદાલતે તમામ હકીકતો રેકર્ડ અને દલીલો ધ્યાને લઇ અને આરોપી ધવલ મહેન્દ્રભાઇ સંઘવીને આગોતરા જામીન અરદ્ કરવાનો હુકમ કર્યો હતો. જેમાં ફરિયાદી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાીન, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા અને નિતેષ જી. મુછડીયા રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular