Thursday, November 7, 2024
Homeરાજ્યપત્નીને લઇ આવવાનું કહેતા ઉશ્કેરાયેલા પતિએ યુવાનનું ઢીમ ઢાળ્યું

પત્નીને લઇ આવવાનું કહેતા ઉશ્કેરાયેલા પતિએ યુવાનનું ઢીમ ઢાળ્યું

- Advertisement -
દ્વારકા જિલ્લાના કુરંગા ગામેથી ખેતરના શેઢા પાસેથી ચાર દિવસ પૂર્વે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના શરીર પર જીવલેણ અને ગંભીર ઘા હોવાથી હત્યાની દિશામાં પોલીસે તપાસ આરંભી અને આ હત્યા પ્રકરણમાં એક શખ્સને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, દ્વારકાના કુરંગા ગામની સીમમાંથી તા.5 ફેબ્રુઆરીના રોજ વાલાભાઈ રાયમલભાઈ હાથિયા (ઉ.વ.30) નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીર પર, મોઢામાં તેમજ માથામાં પણ પ્રાણઘાતક ઘા મારી હત્યા કરી હોવાના પ્રાથમિક તારણના આધારે પોલીસે હત્યાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોશીની સૂચનાથી ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી અને સમીર શારડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જે.એમ.ચાવડા તથા પી બી ગઢવી, યુ.બી.અખેડ તેમજ પીએસઆઈ એસ વી ગળચર, પી.સી. શીંગરખીયા, એ.ડી. પરમાર તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ ચાવડા, બોધાભાઈ મેરામણભાઈ કેશરીયા, એએસઆઈ અજીતભાઈ બારોટ, હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ મારું, એએસ.આઈ. દેવસીભાઈ ગોજીયા, હેડ કોન્સ્ટેબલ મસરીભાઈ આહીર સહિતના સ્ટાફની જુદી જુદી ટીમ બનાવીને હત્યાનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.
દરમિયાન જુદા-જુદા શકમંદોની પૂછપરછમાં વાલાભાઈની સાથે કુરંગા ગામમાં રહેતો  અને મૂળ ખંભાળીયા તાલુકાના દાતા ગામનો રામશી માલદે (ઉ.વ.22) હતો. પોલીસે તેના ઝુપડે તપાસ કરતા તે હાજર ન મળી આવતા તેની તપાસ હાથ ધરી હતી અને તે કુરંગા ગામની સીમમાં બાવળની ઝાડીમાં દરિયાકાંઠાના વિસ્તારમાંથી મળી આવતા તેની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ હાથ ધરતા રામશી માલદે અને મૃતક વાલાભાઈ સાથે બેસી વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થતાં વાલાભાઈએ રામશીને તેની પત્ની લઇ આવવાનું કહેતા મનમાં લાગી આવતા વાલાભાઈ ઉપર લાકડી અને પથ્થરના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા મોત નિપજ્યું હતું. ત્યારબાદ હત્યારો નાશી ગયો હતો. પોલીસે રામશીની ધરપકડ કરી કોવિડ ટેસ્ટ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular