Sunday, October 6, 2024
Homeરાજ્યજાળિયાદેવાણી નજીક બે બાઈક સામ-સામી અથડાતા રેલવેકર્મીનું મોત

જાળિયાદેવાણી નજીક બે બાઈક સામ-સામી અથડાતા રેલવેકર્મીનું મોત

- Advertisement -

ધ્રોલ તાલુકાના જાળિયાદેવાણી ગામમાં રહેતો અને રેલવેમાં ફરજ બજાવતો યુવાન બાઈક પર ભેંસનો ચારો લેવા જતો હતો ત્યારે જાળિયાદેવાણી ફાટક પાસે સામેથી આવતી બાઈક સાથે અથડાતા અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવનફી વિગત મુજબ, ધ્રોલ તાલુકાના જાળિયાદેવાણી રહેતો અને રેલવેમાં ફરજ બજાવતો બળવંત દેવાભાઈ રાઠોડ (ઉ.વ.42)નામનો યુવાન સોમવારે બપોરના સમયે તેની જીજે-03-એસી-4604 નંબરની બાઈક પર ભેંસ માટે ચારો લેવા જતો હતો તે દરમિયાન જાળિયાદેવાણી ફાટક નજીક પહોંચતા સામેથી પૂરઝડપે-બેફીકરાઈથી આવતી જીજે-01-સીએન-8204 નંબરના બાઈકના ચાલકે કાબુ ગુમાવતા બન્ને બાઈક સામ સામી અથડાતા અકસ્માતમાં બળવંત રાઠોડને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા દેવાભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ બાઈક ચાલક ભોલા પરશોતમ અદ્રોજિયા નામના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular