Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરપશુઓને આપવાના ઈન્જેકશન બનાવતી ફેકટરીનો ફરાર આરોપી ઝડપાયો

પશુઓને આપવાના ઈન્જેકશન બનાવતી ફેકટરીનો ફરાર આરોપી ઝડપાયો

જામનગર એસઓજી દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર એસઓજીએ ઢોર (ગાય-ભેંસ)ને આપવાના ઈન્જેકશન બનાવતી ફેકટરીના ફરારી આરોપીને સાત રસ્તા પાસેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના સિટી બી ડીવીઝનમાં નોંધાયેલ ઢોર (ગાય-ભેંસ)ને આપવાના ઈન્જેકશન બનાવતી ફેકટરીના કેસનો આરોપી સાત રસ્તા પાસે ઉભો હોવાની એસઓજીના અરજણભાઈ કોડિયાતર, રમેશભાઈ ચાવડા તથા મયુદ્દીનભાઈ સૈયદને બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.ડી.પરમાર સહિતના સ્ટાફ દ્વારા સાત રસ્તા પાસેથી જય કિશન ઉર્ફે જેકી માતમ પરમાર નામના શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular