Friday, April 26, 2024
Homeરાજ્યજામનગરસાઈક્લિંગ કરી ભારતીય સંસ્કૃતિને જોવા નિકળેલા શિક્ષક પહોંચ્યા જામનગર

સાઈક્લિંગ કરી ભારતીય સંસ્કૃતિને જોવા નિકળેલા શિક્ષક પહોંચ્યા જામનગર

મહારાષ્ટ્રના શિવજી પાટીલ ભારતના તમામ રાજ્યો અને તેની સંસ્કૃતિ-ઇતિહાસ વિષે જાણવા નિકળ્યા

- Advertisement -

ભારતીય સંસ્કૃતિને નિહાળવા વિદેશથી પણ લોકો આવીને વર્ષો સુધી ભારતમાં રહી ભારતીય સંસ્કૃતિને અને ઇતિહાસ સાથે જોડાયેલી કળીઓનો અભ્યાસ કરે છે.

- Advertisement -

ત્યારે ભારતમાં પણ અનેક લોકો એવા છે જેને પોતાની સંસ્કૃતિ અને ઇતિહાસ જાણવાની જિજ્ઞાસા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના શિવજી પાટીલ નામના શિક્ષક ભારતના તમામ રાજ્યો જોવા અને તેની સંસ્કૃતિ અને ઇતિહાસ વિષે જાણવા નીકળ્યા છે. ત્યારે આજરોજ જામનગર આવી પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના શિવાજી પાટિલ નામના શિક્ષકે જણાવ્યું હતું કે, આઠ હજાર કિલોમીટર સાઈકલ ચલાવી ભારત ભ્રમણ કરવાની ઈચ્છા છે. ભારતના તમામ રાજ્યો જોવા અને એનો ઇતિહારા એની સંસ્કૃતિ વિષે જાણવાની ખૂબ જ જિજ્ઞાસા મારા મનમાં હતી. દરેક લોકોએ આપણા દેશ વિશે વિશેષ જાણવુ જોઈએ. શિક્ષક તરીકે જ્યારે હું બાળકોને ભારતના ઈતિહાસ અને સંસ્કૃતિ વિશે જણાવતો ત્યારે મારા મનમાં પણ સવાલો થતાં આપણું ભારત કેવું હશે. મહારાષ્ટ્રના શિવજી પાટીલ નામના શિક્ષક જામનગર પહોંચ્યા હતા અને કચ્છ તરફ જવા રવાના થયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular