ટીવીના પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોઢીનો રોલ કરનારા એક્ટર ગુરુચરણસિંહ પાછલા કેટલાક દિવસોથી ગુમ છે. પોલીસ તેને શોધવાની કોશિશ કરી રહી છે, પરંતુ તેમને લઈને કોઈ જાણકારી હજુસુધી મળી નથી. ગુરુચરણના આવી રીતે ગુમ થવાથી તેમના પરિવારની હાલત ખુબજ ખરાબ છે અને તેમના પરિજનો તેમના સહી સલામત ઘરે પરત ફરવાની પ્રાર્થના કરી રહ્યા છે. ગુરુચરણના પિતાએ ફરી એકવાર તેમને લઇ ને ચિંતા જાહેર કરી છે.
ગુરુચરણના પિતા હરગીતસિંહે પોતાના પુત્રના ગુમ થયાના પહેલાના તેની સાથે વિતાવેલા છેલ્લા દિવસને યાદ કર્યો. TOI સાથેની વાતચીતમાં તેમને કહ્યું કે દિલ્લીમાં ગુરુચરણે તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમને દીકરા સાથે ઘરે જ સમય પસાર કર્યો હતો. ગુરુચરણે પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પણ શેર કરી હતી. તેમને કહ્યું કે કોઈ ખાસ મોટું સેલિબ્રેશન નહોતું કર્યું પણ અમે સૌ ઘરે એકસાથે હતા એટલે ખુબ સારું લાગ્યું હતું. પછીના દિવસે તે મુંબઈ જવાનો હતો. જે થયું તે ખુબ આઘાતજનક છે. અમને સમજાતું નથી કે અમે આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરીએ. અમે સૌ ખુબ પરેશાન છીએ.