SuryaNamaskar Benefits – સૂર્ય નમસ્કારના લાભ
– સૂર્ય નમસ્કાર એક સંપૂર્ણ વ્યાયામ છે તેનાથી શરીરના દરેક અંગો બળવાન અને નિરોગી બને છે.
– પેટ, આંતરડા, સ્વાદુપિંડ, હ્રદય અને ફેફસા સ્વસ્થ રહે છે.
– કરોડરજ્જુ અને કમરને લચીલા બનાવીને તેમાં આવેલી વિકૃતિઓ દૂર કરે છે.
– આ ક્રિયા સંપૂર્ણ શરીરમાં રક્તસંચાર સારી રીતે સંપન્ન કરે છે તેનાથી રક્તમાં આવેલ અશુદ્ધિઓ દૂર થઈને ચર્મરોગોનો નાશ થાય છે.
– તેનાથી તણાવ થાક ઉદાસીનતા દૂર થાય છે. મન, મસ્તિસ્ક અને શરીરમાં તાજગીનો અનુભવ થાય છે.
– આપણા શરીરમાં મુખ્યત્વે ત્રણ નાડીઓ આવેલી છે. ઈડા- પિંગલા તથા સુષુમ્ના. શરીરની ડાબી બાજુ એટલેકે ચંદ્રનાડી(ઈડા નાડી), શરીરની જમણી બાજુ એટલે કે સૂર્યનાડી (પિંગલા નાડી) તથા મધ્યમાં સુષુમ્ના નાડી આવેલી છે. આપણે નાડી પ્રમાણે સૂર્ય નમસ્કાર કરીશું કે જેથી આપણા શરીરને બંને નાડીઓ જાગૃત થાય અને શરીરમાં રહેલા ત્રણેય દોષો જેવાકે વાત
– પિત અને કફ સંતુલિત અવસ્થામાં રહે.
– નાડી પ્રમાણે સૂર્ય નમસ્કાર એટલે કે 12 સ્થિતિનું સૂર્ય નમસ્કાર બે વખત કરવાથી પૂર્ણ સૂર્ય નમસ્કાર થયેલ ગણાય.
સૂર્ય નમસ્કાર કોણ ન કરી શકે ? – Who Should Not Do SuryaNamaskar
– તાવ, સોજો, ફોલ્લીઓ, લાલ નિશાન હોય તેમણે આ અભ્યાસ તરત જ બંધ કરી દેવો જોઈએ.
– જે લોકોને ઉચ્ચ રક્તચાપ, હૃદય-ધમનીના રોગ જેમને હૃદયરોગ નો હુમલો આવેલ હોય, નબળા હૃદય ધરાવતા તથા ખોડખાપણ ધરાવતા લોકોએ આ અભ્યાસ ન કરવો.
– માસિક ચક્રના શરૂઆતના સમયમાં આ અભ્યાસ ન કરવો જોઈએ.
– જેમને પીઠની તકલીફ, સ્લીપ ડિસ્ક, સાઈટીકા ધરાવતા લોકોએ આ અભ્યાસ ન કરવો જોઈએ.
Also Read
Chakrasana Steps and Benefits