Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરનાના લખીયામાં મહિલાના મકાનમાંથી રોકડ રકમ સહિતની માલમતાની ચોરી

નાના લખીયામાં મહિલાના મકાનમાંથી રોકડ રકમ સહિતની માલમતાની ચોરી

બંધ મકાનના તાળા તોડી તસ્કરો સોનાના દાગીના અને રોકડ ઉઠાવી ગયા : મેઘપર પોલીસે ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે તપાસ આરંભી

- Advertisement -

લાલપુર તાલુકાના નાના લખીયા ગામમાં રહેતાં અને નોકરી કરતા મહિલાના બંધ મકાનમાંથી તસ્કરોએ મુખ્ય દરવાજાના તાળા તોડી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.1.73 લાખની માલમતાની ચોરીના બનાવનો ભેદ ઉકેલવા પોલીસે તપાસ આદરી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના નાના લખીયા ગામમાં સમાજવાડીની બાજુમાં રહેતા અને નોકરી કરતા સંગીતાબા વિરેન્દ્રસિંહ પરમાર નામના મહિલાના બંધ મકાનમાંથી ગુરૂવારે રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને મુખ્ય દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. રૂમમાં રહેલા કબાટની તિજોરીમાંથી 40 હજારની કિંમતની બે તોલાની સોનાની લકકી, રૂા.50000 ની કિંમતનો અઢી તોલાનો સોનાનો હાર, રૂા.10000 ની કિંમતની સોનાની અડધા તોલાની બુટીની જોડી, આઠ હજારની કિંમતની ચાર ગ્રામની સોનાની એક બુટી અને રૂા.20000 ની કિંમતની એક તોલાની સોનાની મોટી બુટી તથા રૂા.10000 ની કિંમતની સોનાનો અડધા તોલાના થોરીયા, રૂા.10000 ની કિંમતનો અડધા તોલાની સોનાનો ચાંદલો અને રૂા.10000 ની કિંમતની અડધા તોલાની સોનાની સર અને નથ તેમજ એક હજારની કિંમતનો સોનાનો દાણો તથા રૂા.1500 ની કિંમતનો હિરાવાળો સોનાના પાંચ દાણા, રૂા.1800 ની કિંમતનો સોનાના ચાર દાણા તથા રૂા.12000 ની રોકડ રકમ મળી કુલ રૂા.1,73,300 ની માલમતા ચોરી કરી ગયા હતાં.

બીજે દિવસે ઘરે પરત ફરતા મહિલાએ ચોરી થયાની જાણ મેઘપર પોલીસમાં કરવામાં આવતા પીએસઆઈ બી.બી.કોડીયાતર તથા સ્ટાફે સ્થળ પર પહોંચ જઇ મહિલાના નિવેદનના આધારે ચોરીનો ગુનો નોંધી ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ભેદ ઉકેલવા તપાસ આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular