જામનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર દ્વારા આજરોજ જામ્યુકોની વિવિધ શાખાઓમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. મેયર દ્વારા વિવિધ વિભાગોમાં જરુરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઇ ખિમસુરીયા દ્વારા આજરોજ જામનગર મહાનગરપાલિકાની વિવિધ શાખાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. મેયર વિનોદભાઇ દ્વારા હાથ ધરાયેલા સરપ્રાઇઝ ચેકિંગના પરિણામે કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. વિવિધ શાખાઓમાં ચેકિંગ કરી મેયર દ્વારા સ્વચ્છતા સહિતના મુદ્ે સૂચનાઓ આપવામાં આવી હતી.