Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલના ચકચારી યૌન શોષણ કેસમાં સુપરવાઇઝર આરોપીના જામીન મંજૂર

જી.જી. હોસ્પિટલના ચકચારી યૌન શોષણ કેસમાં સુપરવાઇઝર આરોપીના જામીન મંજૂર

- Advertisement -

જુન 2021મા જામનગર જી.જી.હોસ્પિટલ ખાતે કોવીડ શાખામાં મહીલાઓ અને અન્ય સુપરવાઈઝરો ધ્વારા કલેકટર સમક્ષ આવેદન આપી અને જામનગર કોવીડ હોસ્પિટલમાં ચાલતા ગોરખ ધંધાઓ વિશે માહીતીઓ આપી હતી. જે માહીતીઓ અન્વયે કલેકટરે એક ગેઝેટેડ ઓફીસરોની ટીમ બનાવેલ અને આ ટીમ ધ્વારા આ કોવીડ હોસ્પિટલમાં કામ કરતા એટેન્ડન્ટ ત્થા કર્મચારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતાં. જે નિવેદનો અને તપાસમાં આ કોવીડ હોસ્પિટલની આડમાં એક સેક્સકાંડ ચાલતું હોય જે બાબતનો ધટક સ્ફોટ થતાં અલગ અલગ રાજકીય આગેવાનો અને તપાસ ટીમ ધ્વારા આ હોસ્પિટલના સુપરવાઈઝર અકબરઅલી નાયર ત્થા એચ.આર. મેનેજર એલ.બી.પ્રજાપતી વિરૂધ્ધ એવી હકિક્તો મળેલ કે, આ સુપરવાઈઝર અને એચ.આર.મેનેજરની મીલીભગતથી આ હોસ્પિટલમાં કામ કરતી યુવતીઓને છેડતી કરેલ હોય અને તેમને દબાણમાં નોકરી કરવા માટે મજબુર કરી હોવાની હકિક્તો બહાર આવી હતી અને ભોગ બનનાર ધ્વારા ફરીયાદ જાહેર કરેલ કે, તેમનેભોગબનનારને મોર્નીગ સિફટમાં તેમના પારીવારીક કારણોથી અનુકુળ ન હોવાના કારણે તેઓ હાલના અરજદાર કે, જેઓ એચ.આર.મેનેજર તરીકે ફરજ બજાવતા હતા તેમને મળેલ, તા.5/12/2020ના રોજ હાલના અરજદારે તેમને નાઈટ સીફટમાં માત્ર અનમેરીડ સ્ત્રીને રાખવામા આવતું હાવેનું જણાવેલ હતુ, જેથી ભોગબનનાર દિવસના સમયની નોકરીમાં ચાલું રહેલ, અને મોર્નીગ સીફટમાં આ કામના અન્ય આરોપી અલી તેમના પાસે આવી અને રીલેશન હોય તે રીતે બીહેવ કરતા અને નાઈટ ડયુટી દરમ્યાન રીલેશન રાખવા માટે જણાવતા, અને સહ આરોપી અલી ડયુડી દરમ્યાન ભોગ બનનારના ફોટા પાડી અને તેમના પાસેથી બિભત્સ માંગણી કરતા અને આ બાબતની ફરીયાદ એચ.આર.મેનેજરને કરવા જતાં એચ.આર.મેનેજર એલ.બી.પ્રજાપતીએ પણ તેમની સાથે શારીરીક અડપલાઓ કર્યા હતા. આ બાબતની ફરીયાદ જાહેર થઈ જતાં આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. તે પૈકી આરોપી અકબર અલી નાયર ધ્વારા જામીન અરજી દાખલ થતાં સમગ્ર હકિક્તો અને રજુઆતો અને દલીલો ધ્યાને લઈ અને આરોપી અકબર અલી નાયરને ગુજરાત હાઈકોર્ટે જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, પ્રેમલ એસ. રાચ્છ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર.ગોહીલ તથા રજનીકાંત આર. નાખવા રોકાયેલા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular