જામનગર તાલુકાના નાઘેડી ગામના ખાણ વિસ્તારમાં રહેતાં યુવાને તેના ઘરે પંખાના હુકમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં ખાણ વિસ્તારમાં આવેલા આંબેડકરનગર 1 માં રહેતાં દિલીપભાઈ અરજણભાઈ પરમાર (ઉ.વ.30) નામના યુવાને ગત તા. 1 ના ગુરૂવારે સવારના સમયે તેના ઘરે અગમ્યકારણોસર રૂમના પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની દિપક પરમાર દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.