Wednesday, October 23, 2024
Homeરાજ્યહાલારધ્રોલની ખાનગી હોસ્ટેલમાં બેશુધ્ધ થઈ જતા તરૂણ વિદ્યાર્થીના મોતથી અરેરાટી

ધ્રોલની ખાનગી હોસ્ટેલમાં બેશુધ્ધ થઈ જતા તરૂણ વિદ્યાર્થીના મોતથી અરેરાટી

યુવાન અને તરૂણોના વધતા જતા મોત : બેશુધ્ધ હાલતમાં રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો : સારવાર કારગત ન નિવડી

- Advertisement -

રાજકોટમાં રહેતાં વેપારી યુવાનનો તરૂણ પુત્ર ધ્રોલની પ્રાઇવેટ હોસ્ટેલમાં ભણી અભ્યાસ કરતો હતો. જે દરમિયાન મંગળવારે વહેલીસવારના સમયે બેશુદ્ધ હાલતમાં ધ્રોલની સરકારી અને ત્યારબાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તરૂણના મોતથી પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું.

- Advertisement -

જામનગર સહિત રાજ્યમાં છેલ્લાં થોડા સમયથી યુવાનોના મૃત્યુ નિપજવાની ઘટનાઓ વધી ગઇ છે. તેમાં પણ ખાસ કરીને કોરોના કાળ બાદ હૃદયરોગના હુમલાથી યુવાનો તેમજ વિદ્યાર્થીઓના મોત પણ થતા જાય છે. ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટમાં ગોકુલધામ મેઈન રોડ પર આવેલી હરીદ્વારા સોસાયટીમાં રહેતાં ગીરીશભાઈ ભરતભાઈ સોરઠીયા નામના વેપારી યુવાનનો પુત્ર વ્રજ સોરઠીયા (ઉ.વ.12) નામનો તરૂણ ધ્રોલની પ્રાઈવેટ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો અને તે દરમિયાન મંગળવારે વહેલીસવારના સમયે હોસ્ટેલના ઈન્ચાર્જ દ્વારા વ્રજને ઉઠાડવા જતા બેશુદ્ધ હાલતમાં મળી આવતા તાત્કાલિક ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર જણાતા રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તરૂણ વ્રજનું સારવાર કારગત નિવડે તે પહેલાં જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ મૃતકના પિતા ગીરીશભાઈ દ્વારા કરાતા હેકો સી.જે. જાડેજા તથા સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular