Tuesday, October 6, 2026
Homeરાજ્યહાલારદ્વારકા ગોમતી ઘાટ અને ગાયત્રી બીચ પર તંત્રની કડક કાર્યવાહી

દ્વારકા ગોમતી ઘાટ અને ગાયત્રી બીચ પર તંત્રની કડક કાર્યવાહી

ખારા પવન અને ભેજથી જોખમી બાંધકામો દૂર કરાયા: યાત્રિકોની સુરક્ષા માટે જર્જરીત છાપરી અને બેંચો હટાવાઇ

દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો અને પ્રવાસીઓ આવતા દ્વારકાના દરિયાકાંઠે સલામતીને લઈ તંત્રએ મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. ગોમતી ઘાટ અને ગાયત્રી બીચ વિસ્તાર માં દરિયાની ખારાશ તથા સતત ભેજ-ખારા પવનના કારણે જર્જરિત બની ગયેલી છાપરીઓ અને બેન્ચો દૂર કરવામાં આવી છે. યાત્રિકોની સુવિધા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અગાઉ ગોમતી ઘાટ સહિતના વિસ્તારોમાં છાપરીઓ અને બેસવા માટે બેન્ચોની સુવિધા ઊભી કરવામાં આવી હતી. જોકે, દરિયાઈ વાતાવરણની સતત અસરને કારણે કેટલાક બાંધકામો સમય જતાં નબળા પડી ગયા હતા. જર્જરિત સ્થિતિને કારણે અકસ્માત સર્જાવાની સંભાવનાને પગલે તંત્રએ સાવચેતીના ભાગરૂપે આ માળખાં હટાવવાનો નિર્ણય લીધો હતો.

- Advertisement -

ગોમતી ઘાટ અને ગાયત્રી બીચ વિસ્તારમાં જર્જરિત બનેલી છાપરીઓ તથા બેન્ચોને જેસીબીની મદદથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. યાત્રિકોની સતત અવર જવર ધરાવતા વિસ્તારોમાં જોખમી બાંધકામો યથાવત્ રહે તો દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોવાથી તંત્ર દ્વારા સુરક્ષાના હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે નવા ગોમતી ઘાટ વિસ્તારમાં થોડા વર્ષો અગાઉ જ યાત્રિકોની સુવિધા માટે બનાવવામાં આવેલી કેટલીક છાપરીઓ દરિયાઈ ખારાશની અસરથી જર્જરિત બની ગઈ હતી. વર્ષ દરમિયાન લાખો દર્શનાર્થીઓની અવરજવર ધરાવતા દ્વારકામાં યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જોખમી બનેલા બાંધકામો દૂર કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular