ગુજરાત રાજ્યના પોલીસવડા આજે દ્વારકાની મુલાકાતે છે. રિલાયન્સ રોડ પર નાયબ પોલીસ અધિક્ષક દ્વારકાધિશ મંદિર સુરક્ષાની કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી કક્ષાના અધિકારીની કાયમી કચેરીની સુવિધા ઉભી કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા સ્થિત વિશ્વ વિખ્યાત દ્વારકાધિશ મંદિરના દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો થતો જાય છે તેમજ વાર-તહેવારે દર્શનાર્થીઓની સંખ્યા બમણી થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં દ્વારકામાં પોલીસ દ્વારા વધુ સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્યસરકાર દ્વારકામાં ડીવાયએસપી કક્ષા અધિકારીની કાયમી કચેરીની સુવિધા ઉભી કરવામાં આવી હતી અને આ કચેરીના ઉદઘાટન માટે આજે રાજ્યના પોલીસવડા આશિષ ભાટીયા દ્વારકા આવ્યા છે. આશિષ ભાટીયાએ દ્વારકામાં રિલાયન્સ રોડ પર બનેલી નાયબ પોલીસ અધિક્ષક શ્રી દ્વારકાધિશ મંદિર સુરક્ષાની કચેરીનું ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે જિલ્લા રાજકોટ રેંજ આઈજી સંદીપસિંઘ, પોલીસવડા સુનિલ જોશી, ડીવાયએસપી સમીર શારડા, હિરેન્દ્ર ચૌધરી તથા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.