જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંભવિત વાવાઝોડાના પગલે વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે, અને સાગર કિનારા વિસ્તારમાં તંત્ર દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે.
જેને લઇને ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ બે દિવસ માટે નો દ્વારકા અને ઓખા ના દરિયા કાંઠા વિસ્તારનો મુકામ રાખ્યો છે, અને તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીનું તેઓ નિરીક્ષણ કરી રહયા છે.
વાવાઝોડાની અસર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને દ્વારકા સહીતનાં સાગર કિનારાને વધુ અસર કરે તેવી સંભાવના હોવાથી વહીવટી તંત્ર સાબદું થયેલું છે, અને તમામ એજન્સીઓ સતર્ક બની ગઇ છે. એ. ડી. આર. એફ. ની ટીમ સહિતની સુરક્ષા એજન્સીઓ લોકોને સલામત સ્થળે ખસેડવા તેમજ વાવાઝોડાના પગલે કોઇ જાનહાની ન થાય અને લોકો ને પુરતી સુરક્ષા મળી રહે તેવી તમામ તકેદારીઓ લેવામાં આવી રહી છે. જે સમગ્ર કામગીરી નું નિરીક્ષણ કરવા ના અર્થે રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ બે દિવસનો દ્વારકાનો મુકામ રાખ્યો છે.
જેઓ દ્વારકા અને ઓખા બે દિવસનું રોકાણ કર્યું છે, ઉપરાંત આસપાસના દરિયાકાંઠાના ગામોમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીનું નિરીક્ષણ કરીને સમીક્ષા કરી રહયા છે.
જેઓ આજે સવારે દ્વારકા ખાતે દરિયાકિનારે હાજર રહ્યા હતા, અને એનડીઆરએફની ટીમ ઉપરાંત પોલીસ તંત્ર વગેરે સાથે મળીને સમગ્ર સુરક્ષા વ્યવસ્થા અંગે ની સમીક્ષા કરી હતી.
સંભવિત વાવાઝોડા ના સંદર્ભમાં રાજ્ય કક્ષાના મંત્રી હકુભા નો દ્વારકા ઓખા ના સાગર કિનારા નો બે દિવસનો મુકામ
ઓખા તેમજ દ્વારકા ના સાગર કાંઠાના ગામોમાં વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા કરાયેલી કામગીરીનું કરશે નિરીક્ષણ