જામનગર મહાનગરપાલિકા દ્વારા આજથી કેન્દ્ર સરકારની વિના મૂલ્યે વેકશીનના પ્રિકોશન ડોઝ આપવાની જાહેરાત પછી એકી સાથે જામનગર શહેરના 50 જેટલા સ્થળો પર થી પ્રારંભ કરી દેવાયો છે, અને આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સતત 75 દિવસ સુધી વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી અવિરત ચાલુ રખાશે.
જામનગરના વિશ્રામ વાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જામનગર ના પ્રથમ નાગરિક બીનાબેન કોઠારી, ઉપરાંત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર વિજય કુમાર ખરાડી દ્વારા આજે સવારે વેકશીન નો પ્રિકોશન ડોઝ આપવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાવાયો હતો. આ વેળાએ જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા સાતક જૂથના નેતા કુસુમબેન પંડ્યા તથા અન્ય આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહયા હતા. જેઓ દ્વારા વેક્સિન મેળવવા માટે આવનારા નાગરિકોનું પુષ્પગુચ્છ પડે સ્વાગત કરવામાં આવ્યું હતું. અને તમામ આરોગ્ય સ્ટાફનું મીઠું મોઢું કરાવાયું હતું. તેમજ જામનગર શહેરી વિસ્તારના 18 થી 59 વર્ષની વયના નાગરિકો કે જેમણે વેકસીનનો બીજો ડોઝ મેળવ્યા પછીનો છ મહિનાનો સમય ગાળો પૂર્ણ કરી લીધો હોય, તેવા નાગરિકોએ વહેલી તકે પ્રિકોશન મેળવી લેવા અપિલ કરી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ 12 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત સજુબા ગર્લ્સ હાઇસ્કુલ સહિતના કુલ 50 જેટલા સ્થળો પર આજે વેકશીનની પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
જેના માટે 150 થી વધુ આરોગ્ય વિભાગની ટીમ ને કાર્યરત કરી દેવાઇ છે. ઉપરાંત વેક્સિનનો જથ્થો પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકારની જાહેરાત પછી જામનગર શહેરમાં પણ સતત 75 દિવસ સુધી આ કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવશે, તેવી મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી દ્વારા જાહેરાત કરાઈ છે. કોરોનાથી રક્ષણ મેળવવા માટે જામનગરની જનતાએ વહેલી તકે પ્રિકોશન ડોઝ મેળવી લેવા મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષભાઈ કટારીયા વગેરે દ્વારા પણ અપીલ કરાઈ છે.