Saturday, September 14, 2024
Homeરાજ્યજામનગરસ્ટેન્ડીંગ ચેરમેન નિલેશભાઈ કગથરાએ વડીલો અને બાળકો સાથે કરી જન્મદિવસની ઉજવણી

સ્ટેન્ડીંગ ચેરમેન નિલેશભાઈ કગથરાએ વડીલો અને બાળકો સાથે કરી જન્મદિવસની ઉજવણી

આણંદાબાવા વૃધ્ધાશ્રમ તેમજ બહેરા-મુંગા વિદ્યાર્થીઓ સાથે ઉજવ્યો જન્મદિવસ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમને નિલેશભાઈ કગથરાના જન્મદિવસની ઉજવણી આણંદાબાવા વૃધ્ધાશ્રમ બહેરા-મુંગા વિદ્યાર્થીઓ સાથે કરી હતી.

- Advertisement -

સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરાના બાવનમાં જન્મદિવસની ઉજવણી આણંદાબાવા વૃધ્ધાશ્રમ લીમડાલાઈન ખાતે વૃધ્ધાશ્રમ વડીલો તેમજ સ્કૂલના બહેરા – મુંગા વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવ્યો હતો. સાથે સાથે વૃધ્ધાશ્રમના વડીલોને નાસતો તેમજ આઈસ્ક્રીમ અને શાળામાં અભ્યાસ કરતા બાળકોને ગીફટ આપવામાં આવી હતી અને વડીલોના આશિર્વાદ મેળવ્યા હતાં.

આ તકે 79 વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, અરવિંદભાઈ સભાયા, પાર્થભાઇ કોટડિયા, પરાગભાઈ પટેલ, કેશુભાઈ માડમ, જયેન્દ્રસિંહ ઝાલા, ધીરેનકુમાર મોનાણી, પાર્થભાઈ જેઠવા, પુર્વ સ્ટે. ચેરમેન મનિષભાઈ કટારીયા, સુભાષ જોશી, ક્ષત્રિય અગ્રણી પ્રવિણસિંહ જાડેજા, જૈન સમાજના અગ્રણીઓ તથા પૂર્વ ચેમ્બર પ્રમુખ કિરીટભાઈ મહેતા તેમજ સંગઠનના હોદ્ેદારો મિત્ર વર્તુળ અને શુભેચ્છકો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular