Friday, December 27, 2024
Homeરાજ્યગુજરાતઆંગણવાડી ફ્રોડને અટકાવવા દ્વારકા જિલ્લા સાયબર સેલ દ્વારા ખાસ કાર્યક્રમ

આંગણવાડી ફ્રોડને અટકાવવા દ્વારકા જિલ્લા સાયબર સેલ દ્વારા ખાસ કાર્યક્રમ

અવેરનેશ પ્રોગ્રામ હેઠળ સાયબર ક્રાઇમ સેલ દ્વારા મહિલાઓને માહિતગાર કરાયા

- Advertisement -

વર્તમાન ટેકનોલોજીના આધુનિક યુગમાં સંચાર માધ્યમો અને ઇન્ટરનેટનો વ્યાપ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વધ્યો છે. જેના કારણે તમામ વર્ગના લોકો સંચાર માધ્યમ મોબાઇલ, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ વિગેરેનો ઉપયોગ કરતા થયા છે. જેનો ઉપયોગ અનિવાર્ય છે. આનો લાભ લઇને કેટલાક સાયબર ગઠિયાઓ સાયબર ક્રાઇમની માયાઝાળમાં ફસાવી છેતરપીંડી વિશ્વાસઘાતના ગુનાઓ આચરતા હોય છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બનતા આ પ્રકારના સાયબર ક્રાઇમના ગુનાઓનો અભ્યાસ કરવામાં આવતા નાના વર્ગના લોકો વધુ પ્રમાણમાં ભોગ બનતા હોવાનું ખુલવા પામ્યું છે. જે બાબતને દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આ પ્રકારના સાયબર ક્રાઇમને શોધી કાઢવા માટે સાયબર ક્રાઇમ સેલને સધન રીતે કામગીરી કરી અને તે અટકાવવાની દીશામાં ચોક્કસ વ્યુહરચના માટે મદદનીશ પોલીસ અધિક્ષક રાઘવ જૈનના માર્ગદર્શન હેઠળ સાઈબર ક્રાઇમ સેલ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

આ અંતર્ગત સાયબર સેફ- દેવભૂમિ દ્વારકાના અભીયાન હેઠળ સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવવા લોકોને જાગ્રુત કરવા પ્રોગ્રામ બનાવવામા આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતાને વખતો વખત અવેરનેશ પ્રોગ્રામ રાખી, જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના ગુનાની મોડેશ ઓપરેન્ડીથી વાકેફ કરી, આવા પ્રકારના ઠગ લોકોના જાસામાં ન આવી જાય, તે હેતુસર જાગૃતિ કેળવવાની કામગીરી જિલ્લા કક્ષાએ કરવામા આવનાર છે.

- Advertisement -

આના અનુસંધાને જિલ્લામાં સરકાર દ્વારા સગર્ભા સ્ત્રીઓને મળતી સહાયની યોજનાના નામે સગર્ભા સ્ત્રીઓને ટારગેટ કરીને ફોન કોલ મારફતે તેઓને પ્રલોભન આપી, નાણાકીય ફ્રોડના બનાવો બનતા હોવાનું ધ્યાને આવતા સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા આ પ્રકારના બનાવો રોકવા જનજાગૃતિ માટે આંગણવાડી ખાતે ફ્રોડ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા આંગણવાડી ફ્રોડને અટકાવવા જાહેર જનતા જોગ જિલ્લા કક્ષાએ આ આંગણવાડી ફ્રોડના સાયબર ક્રાઇમના બનાવોમાં સગર્ભા સ્ત્રીઓ ભોગ બનતા હોવાથી, મહીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના સુપરવિઝન હેઠળ જિલ્લાની તમામ સી- ટીમ દ્વારા આ અવેરનેસની કાર્યવાહી કરવામાં આવનાર છે. આ કાર્યવાહી દરમીયાન આંગણવાડીના કાર્યકરોને સાથે રાખીને સગર્ભા સ્ત્રીઓનો ડેટા મેળવી, સરકાર દ્વારા સગર્ભા સ્ત્રીઓને મળતા લાભોની માહીતી પુરી પાડી, તેઓને આ પ્રકારના ફ્રોડમાં સામેવાળા દ્વારા જે-તે વ્યક્તિઓને ફોન કોલ કરી, કઇ રીતે વિશ્વાસમાં લેવામા આવે છે, તેમજ વિશ્વાસમાં લઇ, ક્યુ.આર. કોડ સ્કેન કરાવી, ઓટીપી મેળવીને જે-તે વ્યક્તિઓની બેંક બેલેન્સ સાફ કરી દેવામાં આવે છે. જે બાબતની માહીતી પુરી પાડી, સગર્ભાઓમાં જાગૃતિની મહતમ કામગીરી કરવામા આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જનતા જોગ અપીલ કરવામાં આવી છે કે, કોઇ અજાણી વ્યક્તિઓ દ્વારા ફોન કોલ કરી જાણ કરવામા આવે કે, તેઓના પરીવારમાંથી જો કોઇ સગર્ભા મહીલા હોઇ કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કોઇ બાળકનો જન્મ થયો હોઇ, તો તેઓને સરકારની યોજના મુજબ સરકાર તરફથી બાળક દીઠ રૂ. છ થી સાત હજારની સહાય મળવા પાત્ર છે. અને તે રકમ મેળવવા તેઓને માગ્યા મુજબની માહીતિ આપો, અને મોબાઈલ પર આવેલ ક્યુ.આર. (ચછ) કોડ સ્કેન કરવાથી આ સરકારના લાભની રકમ તેઓના ખાતામાં જમાં થઇ જશે. તેવી લાલચમાં આવવુ નહીં. જો કોઇ અજાણ્યા મોબાઇલ નંબર પરથી ક્યુ.આર. કોડ આવ્યો હોય, તો તેને સ્કેન કરવા નહીં, કે કોઇ અજાણ્યા વ્યક્તીને ઓટીપી આપવા નહીં.

- Advertisement -

આવા કોઇ યોજનાના લાભ મેળવવા બાબતે ફોન કોલ આવે, તો આ કોલ કરનાર વ્યક્તિ બાબતે ચોક્કસપણે ખરાઇ કરવી. સંપુર્ણ ખરાઇ થયા બાદ રૂબરૂ મળ્યા વગર કે યોગ્ય ખાત્રી કર્યા સિવાય કોઇપણ માહીતી આપવી હીતાવહ નથી. ક્યારેય પણ આ પ્રકારે તમારી સાથે કોઇપણ સાયબર ફ્રોડનો બનાવ બને તો સાયબર હેલ્પ લાઇન નં. 1930 પર કોલ કરીને પોતાની ફરીયાદ નોંધાવવી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular