કોરોના મહામારીના કારણે જામનગર શહેર જિલ્લાના સાઉન્ડ-લાઇટ અને ડીજે સિસ્ટમના માલિકોને થયેલ અન્યાય અંગે આજરોજ એસએલડી એસોસિએશન દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં સરકારની ગાઇડલાઇનને કારણે ખાનગી મેળાવડા તેમજ ગીત-સંગીતાના કાર્યક્રમો બંધ હોય, સાઉન્ડ સિસ્ટમ તેમજ લાઇટ અને ડીજેના લોકોની આજીવીકા છિનવાઇ ગઇ હોય, મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
આથી અલગ-અલગ વાડી, હોલ તથા પાર્ટી પ્લોટના ક્ષેત્રફળ તથા અવર-જવરની વ્યવસ્થાને અનુલક્ષીને સરકારી નિર્દેશોનું પાલન કરી પ્રસંગોમાં જગ્યાના ક્ષેત્રફળના 50 ટકા લોકોનો સમાવેશ કરવા 50થી વધુમાં વધુ 400 લોકો માટે આયોજનની મંજૂરી આપવા તેમજ સાઉન્ડ-લાઇટ અને ડીજેના માલિકો લાંબી મુદ્તની વ્યાજ વગરની લોન આપવા તેમજ તેમના બાળકોને શાળા ફીમાં માફી આપવા તથા મકાન વેરા અને ઇલેકટ્રીક બિલમાં માફી આપવા માંગણી કરવામાં આવી છે.