જામનગર જિલ્લાના સિંગચ ગામમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં આચરનાર બોગસ તબીબને એસઓજીની ટીમએ રૂા. 8434ની કિંમતના મેડીકલના સાધનો અને દવાઓ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરોડાની વિગત મુજબ જામનગર જિલ્લાના સિંગચ ગામમાં આવેલી નવી સોસાયટીમાં પશ્ચિમ બંગાળના નાદિયા ગોસાઇપુરના બેટાઇ સાઉથના વતની અને લાલપુર તાલુકાના સિંગચ ગામમાં રહેતાં મહાનંદા કમળકંતા ગૌસ્વામી (ઉ.વ. 21) નામના શખ્સ પાસે મેડિકલ ડોકટરની ડિગ્રી ન હોવા છતાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હોવાની બાતમીના આધારે પીઆઇ ડી. એન. ચૌધરી તથા સ્ટાફએ રેઇડ દરમ્યાન બોગસ તબીબને ઝડપી લઇ તેની પાસેથી રૂા. 8434.70ની કિંમતના મેડિકલના સાધનો અને દવાઓ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


