Monday, December 23, 2024
Homeરાજ્યકુન્નડ ગામમાં ખેતરમાંથી જૂગાર રમતા છ શખ્સ ઝડપાયા

કુન્નડ ગામમાં ખેતરમાંથી જૂગાર રમતા છ શખ્સ ઝડપાયા

63,400 ની રોકડ રકમ અને ચાર બાઈક સહિત 1,70,400 નો મુદ્દામાલ કબ્જે : ઝાખરમાંથી જૂગાર રમતા ત્રણ શખ્સ ઝબ્બે : રૂા.11,250 ની રોકડ અને ગંજીપના કબ્જે : મેઘપર નજીકથી તીનપતિ રમતા ત્રણ શખ્સ ઝડપાયા : રૂા.10,120 ની રોકડ રકમ કબ્જે

- Advertisement -

જોડિયા તાલુકાના કુન્નડ ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન છ શખ્સોને રૂા.63,400 ની રોકડ રકમ અને ચાર બાઇક સહિત રૂા.1,70,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. બીજો દરોડો, જામનગર જિલ્લાના લાલપુર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોને રૂા.11,250 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર જિલ્લાના મેઘપર નજીક જાહેરમાં જૂગાર રમતા ત્રણ શખ્સોને રૂા.10,120 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પ્રથમ દરોડો જોડિયા તાલુકાના કુન્નડ ગામની સીમમાં આવેલી હરીલાલ ભીમજી કાલાવડિયા તેના ખેતરની ઓરડીમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ ડી.પી.ચુડાસમા તથા એએસઆઈ આર.એમ. જાડેજા, પો.કો. જગદીશભાઈ જોગરાણા, અશોકસિંહ જાડેજા અને વાસુદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન હરીલાલ ભીમજી કાલાવડિયા, અશોક ધનજી ભીમાણી, લાભુભારથી બચુભારથી ગોસાઈ, ધીરજ છગન ભીમાણી, જયેશ માનસંગ મકવાણા અને ધર્મેન્દ્રસિંહ પુનાજી જાડેજા નામના છ શખ્સોને રૂા.63,400 ની રોકડ સાથે અને રૂા.7000 ની કિંમતના છ નંગ મોબાઇલ તેમજ રૂા.1 લાખની કિંમતની ચાર બાઈક મળી કુલ રૂા.1,70,400 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર જિલ્લાના ઝાખર જવાના માર્ગ પર લાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા રવિરાજસિંહ વીરાજી જાડેજા, કમલેશ ઘોઘુ લાલવાણી, ખોડુ સોમા લાલવાણી નામના ત્રણ શખ્સોને રૂા.11250 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર જિલ્લાના મેઘપર ગામ નજીક તીનપતિનો જૂગાર રમતા મનસુખ ઘોઘુ લાલવાણી, નાગજી મોહન લાલવાણી, જીવરાજ સોમા લાલવાણી નામના ત્રણ શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા.10,120 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular