Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરસેવકધુણિયા ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા ત્રણ મહિલા સહિત 6 શખ્સો ઝડપાયા

સેવકધુણિયા ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા ત્રણ મહિલા સહિત 6 શખ્સો ઝડપાયા

મોબાઇલ ફોન, રોકડ તથા મોટરસાયકલ સહિત 1.10 લાખનો મુદામાલ કબ્જે : એક શખ્સ નાશી જતાં શોધખોળ

લાલપુર તાલુકાના સેવકધુણિયા ગામે રહેણાંક મકાનમાંથી જામનગર એલસીબી પોલીસે રેઇડ દરમિયાન ત્રણ મહિલા સહિત 6 શખ્સો તીનપત્તીનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે રોકડ, મોબાઇલ ફોન તથા મોટરસાયકલ સહિત કુલ રૂા. 1,10,700નો મુદામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમિયાન એક શખ્સ નાશી જતાં તેની શોધખોળ હાથ ધરાઇ હતી.

- Advertisement -

જુગારના દરોડાની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવકધુણિયા ગામમાં રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમી એલસીબીના ભયપાલસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા તથા કિશોરભાઇ પરમારને મળતાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન ધર્મેન્દ્રગિરિ મૂળુગીરી ગોસ્વામી, કૃષ્ણસિંહ ભીખુભા ચુડાસમા તથા અમિતસિંહ ચંદુભા વાઘેલા નામના ત્રણ શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂા. 55,700ની રોકડ, રૂા. 15 હજારની કિંમતના 3 નંગ મોબાઇલ ફોન, રૂા. 40 હજારની કિંમતનું એક મોટરસાયકલ સહિત કુલ રૂા. 1,10,700નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ રેઇડ દરમિયાન ત્રણ મહિલાઓ પર જુગાર રમતી ઝડપાઇ હોય તેમને નોટીસ અપાઇ હતી. આ ઉપરાંત રેઇડ દરમ્યાન દિલીપ ગોગન આહિર નામનો શખ્સ નાશી જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular