જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતી યુવતીએ તેણીના ઘરે અગમ્ય કારણોસર બારીમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલી રાધાસ્વામી સોસાયટીમાં રહેતી લક્ષ્મીકુમારી નરેન્દ્રકુમાર વરૂણ (ઉ.વ.20) નામની યુવતીએ ગત્ તા. 25ના રોજ રાત્રિના સમયે તેણીના ઘરે આવેલી બારીમાં દુપટ્ટા વડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેણે મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગેની વાલજીભાઇ વરૂણ દ્વારા જાણ કરાતા એએસઆઇ કે. બી. લોખીલ તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી યુવતીના થોડાં સમય અગાઉ જ લગ્ન થયા હોય જેથી યુવતીએ કયા કારણોસર જિંદગી ટૂંકાવી તે કારણ જાણવા બન્ને પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી.


