જામનગરમાં ઇન્ચાર્જ મુખ્ય સરકારી વકીલ તરીકે ધર્મેન્દ્ર જીવરાજાનીને જવાબદારી સોંપવામાં આવી છે.
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જામનગરના એડીશ્નલ પબ્લીક પ્રોશીકયુટર તરીકે ફરજ બજાવતા જમનભાઇ ભંડેરીને જિલ્લા પબ્લીક પ્રોશીકયુટરના વધારાના હવાલામાંથી મુકત કરવાનું જાહેરનામુ બહાર પાડયું હતું. અને તેમના સ્થાને એડીશ્નલ પબ્લીક પ્રોશીકયુટર ધર્મેન્દ્ર જીવરાજાનીને ઇન્ચાર્જ મુખ્ય સરકારી વકીલ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ જામનગર જિલ્લામાં છેલ્લા 12 વર્ષથી એડીશ્નલ પબ્લીક પ્રોશીકયુટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની કાર્યદક્ષતા અને અનુભવને ઘ્યાને લઇ ગૃહ વિભાગ દ્વારા તેમની આ નિમણુક કરવામાં આવી છે. તેમણે ઇન્ચાર્જ મુખ્ય સરકારી વકીલ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.


