Wednesday, January 1, 2025
Homeરાજ્યજામનગરચેલા ગામે રહેણાંક મકાનમાંથી સાત શખ્સો જુગાર રમતાં ઝડપાયા

ચેલા ગામે રહેણાંક મકાનમાંથી સાત શખ્સો જુગાર રમતાં ઝડપાયા

રૂા. 1,80,000ની રોકડ, મોબાઇલ ફોન તથા મોટરસાયકલ સહિત કુલ રૂા. 2,90,000ની કિંમતનો મુદ્ામાલ કબજે : બેડેશ્વરમાંથી 6 શખ્સો તથા વામ્બે આવાસમાંથી 4 મહિલા સહિત 7 શખસો તીનપતીનો જુગાર રમતા ઝબ્બે

- Advertisement -

જામનગર તાલુકાના ચેલા ગામેથી એલસીબીએ સાત શખ્સોને તિનપત્તિનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. 1,80,000ની રોકડ સહીત કુલ રૂા. 2,90,000ની કિંમતનો મુદ્ામાલ કબજે કર્યો હતો. જામનગરમાં બેડેશ્ર્વર એકડેએક વિસ્તારમાંથી સીટી બી પોલીસે 6 શખસોને તીનપતીનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 12190ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.જામનગરમાં વામ્બે આવાસ આઠ માળિયા ડી-1ના પાર્કિંગમાંથી પોલીસે 4 મહિલા સહિત 7 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ

  • પ્રથમ દરોડો જામનગર તાલુકાના ચેલા ગામે રવિરાજસિંહ જયુભા સોલંકીના મકાનમાં તિનપત્તિનો જુગાર રમાતો હોવાની એલસીબીના હરદીપભાઇ ધાધલ, હરદીપભાઇ બારડ તથા મયુરસિંહ પરમારને મળેલ બાતમીના આધારે જામનગર એલસીબીએ રેઇડ દરમિયાન રવિરાજસિંહ જયુભા સોલંકી, મિલન ઉર્ફે લાલુ મોહન રુપારેલ, વિપુલ શંકર દામા, સુખદેવસિંહ ઉર્ફે મંગલ બનેસંગ સોલંકી, હમીર ગોવા વાળા, અશોક રમણિક નંદા, રમેશ નારણ કરંગીયા નામના સાત શખ્સોને તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 1,80,000ની રોકડ, 90 હજારની કિંમતના મોટરસાયકલ રૂા. 26000ની કિંમતના સાત નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 2,90,000ની કિંમતનો મુદ્માલ કબજે કર્યો હતો.
  • બીજો દરોડો જામનગર શહેરમાં બેડેશ્ર્વર વિસ્તારમાં એકડેએક મિયાણા વાસમાં હુશેની ચોક પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી બી પોલીસે રેઇડ દરમ્યાન રસુલ હબીબ કટિયા, જાનમામદ વલીમામદ માણેક, અલી બાવલા મોવર તૈયબ દાઉદ જેડા, જાવિદ રસુલ જામ તથા કાદર અકબર જામ નામના છ શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. 12,190ની રોકડ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.
  • ત્રીજો દરોડો જામગનગરમાં વામ્બે આવાસ આઠ માળિયા ડી-1ના પાકિર્ર્ંગ એરિયામાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી સી પોલીસે રાજેશ સોમા ઉર્ફે સુમજી જોડ મુક્ધદર અકબર ખુંભિયા, યાસિન અકબર ખુંભિયા તથા 4 મહિલા સહિત કુલ 7 શખ્સોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. 10120ની રોકડ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular